‘સાઈના’નું ટીઝર રિલીઝ : બેડમિન્ટન ચેમ્પિયનના અંદાજમાં પરિણીતી ચોપરા જોવા મળી.

0
3

બેડમિન્ટન ચેમ્પિયન સાઈના નેહવાલની બાયોપિક ‘સાઈના’ થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં પરિણીતા ચોપરાએ લીડ રોલ પ્લે કર્યો છે. થોડાં દિવસ પહેલાં જ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. હવે ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. પરિણીતીના ફિલ્મની કરિયરની આ પહેલી સ્પોર્ટ્સ બાયોપિક છે.

પરિણીતી ચોપરાએ સો.મીડિયામાં ટીઝર શૅર કર્યું હતું
પરિણીતી ચોપરાએ સો.મીડિયામાં ટીઝર શૅર કર્યું હતું
લિંગ ભેદભાવ પર વાત કરવામાં આવી
સાઈનાના ટીઝરની શરૂઆતમાં લિંગ ભેદભાવનો મુદ્દો બતાવવામાં આવ્યો છે. પરિણીતીના વોઈસઓવરમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં સવા સો કરોડની વસતીમાં અડધી મહિલાઓ છે, પરંતુ યુવકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને યુવતીઓનું જીવન રસોડામાં શરૂ થઈને લગ્નમાં પૂરું થાય છે. ટીઝરમાં સાઈનાની ઉપલબ્ધિઓના વિઝ્યુઅલ્સને હાઈલાઈટ કરવામાં આવ્યું છે.

 

પહેલાં શ્રદ્ધા કપૂર હતી

ટીઝર શૅર કરીને પરિણીતીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને અમોલ ગુપ્તેએ ડિરેક્ટ કરી છે. માનવ કૌલ કોચ પી ગોપીચંદના રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે પહેલાં આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને લેવામાં આવી હતી. તેણે ફિલ્મ માટે ટ્રેનિંગ પણ લીધી હતી. જોકે, પછી ડેટ્સની સમસ્યા થતાં શ્રદ્ધાએ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

26 માર્ચે રિલીઝ થશે

ફિલ્મ 26 માર્ચે રિલીઝ થશે. 2 માર્ચના રોજ પરિણીતીએ ટીઝરની જાહેરાત સાથે ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ કરી હતી. થિયેટરમાં રિલીઝ થનારી પરિણીતીની આ બીજી ફિલ્મ છે. આ પહેલાં યશરાજ બેનરની ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ 19 માર્ચે રિલીઝ થશે. ફિલ્મમાં અર્જુન કપૂર છે.

ટીઝરનો વીડિયો

 

માર્ચ મહિના સુધી પરિણીતીની 3 ફિલ્મ રિલીઝ થશે

2021નું વર્ષ પરિણીતી માટે સારું રહ્યું છે. સૌ પહેલાં તેની ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 26 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ હતી. 2019માં પરિણીતીની ‘કેસરી’ તથા ‘જબરિયા જોડી’માં જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here