શાહીબાગ વિસ્તારમાં છેડતી, કેન્ટોમેન્ટના મેમ્બરે મહિલા સાથે કરી અશ્લીલતા

0
134

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ કેન્ટોમેન્ટ એરિયામાં મહિલા સાથે છેડતીની ઘટના સામે આવી છે. કેન્ટોમેન્ટ એરિયાના મેમ્બર તેમજ અન્ય એક સાથીએ મહિલા સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી, જબરજસ્તી કરી હતી. આ મામલે પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કેન્ટોમેન્ટ એરિયામાં રહેતી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી સુનિલ ઉર્ફે પપ્પુ સોનવાલ અને કિશોર કુમાર નટવરલાલ મૂછાલે ગંદી ગાળો આપી મારી સાથે મારામારી કરી હતી. તેમજ જબરજસ્તી કરી મને બાથમાં લઇ ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અન્ય લોકો વચ્ચે પડી મામલો થારે પાડ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.

ફરિયાદ મુજબ, આરોપી સુનિલ સોનવાલ જે કેન્ટોમેન્ટ એરિયાનો ચૂંટાયેલો મેમ્બર છે. ગત રોજ છોકરીના જન્મદિવસ હોવાથી મહેફિલ જમાવી હતી. જોર જોરથી હિન્દી ફિલ્મોના ગીતો વગાડી ધૂમ મચાવી રહ્યા હતા. આ દરમિયાન પાડોશમાં રહેતી પીડિત મહિલાએ સવારે કામે જવાનું હોવાથી તેમજ વધારે પડતો શોર શરાબા થતા મહેફિલ બંધ કરવા વિનંતી કરી હતી.

જો કે આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલાને ગંદી ગાળો આપવા લાગ્યો હતો. સુનિલ અને કિશોર બન્ને આરોપીઓએ પીડિત મહિલા સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યું હતું. કિશોર મૂછાલે મહિલા સાથે ગંદી હરકત કરીને ‘ગાના તો બંધ નહીં હોગા તુજે જો….. હે….લે’ કહી મહિલા સાથે ઝપાઝપી કરી હતી.

તો બીજી તફર ગુસ્સે ભરાયેલા સુનિલે મહિલાને જબરજસ્તીથી બાથમાં લઇ, છાતીના ભાગેથી પકડી મહિલાને ગાલ પર ત્રણ ચાર થપ્પડ મારી દીધા હતા. મહિલાનો પતિ અપંગ હોવાથી મજબૂરીમાં તમાશો જોઇ રહ્યા હતા. બન્ને આરોપીઓએ મહિલાની મરજી વિરૂદ્ધ શરીરના ભાગે સ્પર્શ કરી ઝપાઝપી કહી હતી. જો કે આડોશ પાડોશના લોકો વચ્ચે પડી મહિલાને બચાવી હતી. ત્યાર બાદ પીડિત મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી.

મહિલાએ ફરિયાદમાં છેડતી, જબરજસ્તી તેમજ ઉદ્ધતાઈભર્યુ વર્તનની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here