છેડતી:અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પુત્રવધૂને એકલી જોઈ સસરાની નજર બગડી, શારીરિક અડપલાં કરી વિકૃત આનંદ માણતા

0
0
  • સસરા શરીરના આગળ અને પીઠ પર હાથ ફેરવતાં હોવાની પુત્રવધૂની ફરિયાદ
  • સમાજમાં ઈજ્જત જવાની બીક આપી હતી, સસરાનો ત્રાસ વધતા છેવટે પોલીસ ફરિયાદ કરી
પ્રતિકાત્મક તસવીર

સીએન 24 સમાચાર

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રામદેવનગરમાં સસરાએ પુત્રવધૂ પર નજર બગાડી તેની સાથે શારિરીક અડપલાં કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ ઘરની બહાર કામ માટે જાય ત્યારે ઘરમાં એકલતાનો લાભ લઇ પુત્રવધૂ સાથે શારીરિક અડપલાં કરી વિકૃત આનંદ માણતા હતા. આ મામલે પતિને વાત કરતા પતિએ અને પરિવારજનોએ કોઈને કહીશ તો ઘરની બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી. સમાજમાં ઈજ્જત ન જાય તેના માટે ફરિયાદ કરી ન હતી પરંતુ ત્રાસ વધી જતાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

રાત્રે સસરા રૂમમાં આવી સાથે સુવાનો પ્રયાસ કરતા હતા
હાલમાં નવરંગપુરા વિસ્તારમાં માતાપિતા સાથે રહેતી 19 વર્ષીય યુવતીના લગ્ન બાદ માર્ચ મહિનામાં રામદેવનગરમાં પતિના ઘરે ગઈ હતી. થોડા દિવસોમાં જ પતિ ઘરની બહાર જાય ત્યારે સસરા પુત્રવધૂને એકલી જોઈ નજર બગાડતા હતા. રૂમમાં આવી હાથ પકડી છાતી પર હાથ ફેરવતાં અને બાહોપાશમાં લેતા પુત્રવધૂ ઘરની બહાર નીકળી જતી રહી હતી. સાંજે પતિ ઘરે આવતા તેણે આ બાબતે વાત કરી હતી. પતિએ તેના પિતાનું ઉપરાણું લઈ કોઈને આવું કહીશ નહીં જણાવીને ધ્યાન આપ્યું ન હતું. ઈજ્જત ન જાય માટે આ વાત બહુ કોઇને જણાવી નહીં અને બનાવ ભૂલી ગયા હતા બાદમાં રાતે જ્યારે પતિ-પત્ની સુતા હોય ત્યારે સસરા રૂમમાં આવી જતા અને પુત્રવધૂ સાથે સુવાની કોશિશ કરતા હતા.

પરિવારજનોએ ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી
અવારનવાર સસરા પુત્રવધૂને એકલી જોઈ છાતી અને પીઠના ભાગે હાથ ફેરવી લેતા હતા અને કોઈને કહીશ તો સમાજમાં ઈજ્જત જશે તેવું કહેતા હતા. ઓગસ્ટ માસમાં જ્યારે રાતે ઘરમાં પુત્રવધુ સૂતી હતી ત્યારે સસરાએ આવી અને અડપલાં કર્યા હતા. પરિવારજનોને આ બાબતે વાત કરતા પોલીસ ફરિયાદ ન કરવા અને ઘરમાંથી કાઢી મુકવા ધમકી આપી હતી. જેથી પરિણીતા તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. બાદમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ મામલે પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here