વર્ક ફ્રોમ હોમ : ટેક કંપનીઓને કર્મચારીઓને ઓફિસ બોલાવવામાં ઓછો રસ, આવવાનો નિર્ણય સ્ટાફ પર છોડ્યો

0
0

નવી દિલ્હી. લોકડાઉનમાં ઢીલ મળી હોવા છતાં, મોટાભાગની ITઅને ટેકનોલોજી કંપનીઓ કર્મચારીઓને ઓફિસમાં બોલાવવામાં રસ લેતી નથી. તેઓનું મોટાભાગનું કામ ઇન્ટરનેટ પર છે. હજી સુધી, ઘરેથી કામ કરવાથી કંપનીઓના કામની પ્રોડક્ટિવિટી પર કોઈ અસર થઈ નથી. તેથી, તેઓએ ઓફિસે આવવાનો નિર્ણય કર્મચારીઓ ઉપર છોડી દીધો છે. જોકે, ઘણી કંપનીઓએ અમુક સ્ટાફને ઓફિસ બોલાવવાનું શરૂ કર્યું છે, પરંતુ તેઓ કર્મચારીને ઓફિસમાં આવવા માટે દબાણ નથી કરી રહ્યા.

કર્મચારીઓ પાસે વિકલ્પ રહેશે

  • ગોલ્ડમેં શાસ પાસે બેંગલુરુમાં 5,500 લોકોની ટીમ સાથે એક મજબૂત ટેકનોલોજી અને સર્વિસ સેન્ટર છે. કંપનીએ તેના કેટલાક કર્મચારીઓને આવતા કેટલાક મહિનાઓ માટે ઓફિસમાંથી કામ કરવાની મંજૂરી આપી છે. કંપની રીટર્ન ટુ ઓફિસ પોલિસીની સમીક્ષા કરશે. તે પછી જ કર્મચારીઓને બોલાવશે. ભારતમાં ગોલ્ડમેન શાસનાં સર્વિસ હેડ ગુંજન સામતાની કહે છે કે હાલમાં સ્ટાફને ઓફિસમાં બોલાવવા અંગે સમીક્ષા ચાલે છે. કર્મચારીઓને બધું જ બરાબર હોય તો ઓફિસ બોલાવવામાં આવશે.
  • ગ્લોબલ સોફ્ટવેર કન્સલ્ટન્સી કંપની થોટવર્કસ (ThoughtWorks) તેના 40-50% કર્મચારીઓને રોટેશન મુજબ બોલાવશે. જોકે, કંપનીનું કહેવું છે કે તેને ઓફિસ શરુ કરવાની કોઈ ઉતાવળ નથી. કંપની પ્રથમ તબક્કામાં તેના 5% કર્મચારીઓને જ બોલાવશે. કંપનીના જણાવ્યા મુજબ, આગામી તબક્કામાં તે વધીને 15-20% થઈ જશે. ભારતમાં થોટવર્કસ માટેની કોવિડ-19 રિસ્પોન્સ ટીમના વડા દીપા દેવે કહ્યું કે લોકડાઉન સંપૂર્ણ રીતે હટે પછી પણ, બધા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સ્વતંત્રતા રહેશે. જરૂરિયાત મુજબ ઘરેથી કામ પસંદ કરી શકાય છે. ફક્ત મહત્વપૂર્ણ કાર્ય સાથે સંબંધિત કર્મચારીને ઓફિસે આવવું પડી શકે છે.

ગૂગલ અને ફેસબુકની ગ્લોબલ ગાઇડલાઈન

ભારતમાં ગૂગલ અને ફેસબુકે સંકેત આપ્યો છે કે તેઓ વૈશ્વિક સ્તરે તેમના માર્ગદર્શિકાનું પાલન કરશે. ટેક કંપની ફેસબુકની ઓફિસ 6 જુલાઈથી ખુલી શકે છે. કંપની જુલાઈથી ઓફિસની કામગીરી શરૂ કરવાની યોજના ધરાવે છે. જોકે, ફેસબુકે તેના મોટાભાગના કર્મચારીઓને આ વર્ષના અંત સુધીમાં ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે. તે જ રીતે, ગૂગલે પણ તેના કર્મચારીઓને ડિસેમ્બર 2020 સુધી ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે. ગૂગલે પણ વર્ક ફ્રોમ હોમ નીતિ લંબાવી છે. કોરોના વાયરસને રોકવા માટે અમલમાં મૂકાયેલા લોકડાઉનને કારણે ફેસબુક-ગૂગલ સહિત વિશ્વભરની કંપનીઓએ ઓફિસમાંથી કામ કરવાનું બંધ કરી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here