દૃષ્ટિ બાધિત લોકોની વૉકિંગ સ્ટિકની જગ્યા લેશે ટેક ઇનોવેશન કંપનીના ‘શૂઝ’

0
2

આંખમાં કાળાં ચશ્માં અને હાથમાં વોકિંગ સ્ટિક લઈને ચાલતા લોકોને તમે જોયા જ હશે. આંખોથી વિકલાંગ લોકો વૉકિંગ સ્ટિકનો ઉપયોગ રસ્તો શોધવા અને વચ્ચે આવતા અવરોધોથી બચવા માટે કરતા હોય છે, પરંતુ હવે આ કામ જૂતાં (શૂઝ) કરશે.

યુરોપના ઓસ્ટ્રિયાની ટેક ઈનોવેશન કંપનીએ એવાં જૂતાં બનાવ્યાં છે જે 4 મીટર દૂરના અવરોધો માલૂમ કરી શકે છે. એનું નામ InnoMake સ્માર્ટ શૂ છે. આ શૂઝ સીડી ચડવા, રોડ ક્રોસ કરવા જેવાં કામમાં યુઝરની મદદ કરે છે.

વૉકિંગ સ્ટિકને બદલે શૂઝને ઉપયોગ

દુનિયાભરમાં એવા લાખો લોકો છે દૃષ્ટિ બાધિત છે. તેમને બહાર જવામાં સમસ્યા રહે છે, પરંતુ ઈનોમેક સ્માર્ટ શૂઝ આ સમસ્યા દૂર કરી શકે છે. એમાં અલ્ટ્રાસોનિક સેન્સરનો ઉપયોગ થાય છે. યુઝરને આ શૂઝ વાઈબ્રેશન આપી ચેતવણી આપે છે અને સાથે જ બ્લુટૂથથી કનેક્ટેડ સ્માર્ટફોન પર અલર્ટ આપે છે. તેને લીધે યુઝર રસ્તામાં રહેલા અવરોધ માટે પહેલાંથી જ સતર્ક થઈ જાય છે.

એમાં કેમેરા અને આર્ટિફિશિયલ ઈન્ટિલિજન્સ રસ્તાના અવરોધોને ઓળખી લે છે, સાથે જ આ અવરોધો કેટલા મોટા અને ઊંચા હોય છે એ પણ જણાવે છે. એ દીવાલ, ગાડી અને સીડી સહિતની ડિટેલમાં માહિતી આપે છે.

સેફ એરિયાની માહિતી આપશે

કંપનીએ ન્યૂરલ નેટવર્ક પર એને ડેવલપ કર્યાં છે. એ એડવાન્સ્ડ ડીપ લર્નિંગ અલ્ગોરિધમ ડેવલપ કરી રહી છે. કંપનીએ ઓસ્ટ્રિયાની ગ્રાઝ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સાથે પાર્ટરનશિપ કરી છે. તે શૂઝમાં સામેલ સેન્સર્સ અને કેમેરાનું એનાલિસિસ કરશે.

સ્માર્ટ શૂઝની કિંમત

આ શૂઝના એક પેરની કિંમત $3,850 (આશરે 2.70 લાખ રૂપિયા) છે. આ જૂતાં વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે. એની બેટરી 1 અઠવાડિયાંનું બેકઅપ આપે છે. બેટરી USB કેબલથી 3 કલાકમાં ચાર્જ થાય છે.

વ્યૂ સ્કેન કરે છે

કંપનીની વેબસાઈટ પ્રમાણે, શૂઝની પાછળના બટનને દબાવી રેન્જને 4 મીટર સુધી એડ્જસ્ટ કરી શકાય છે. એનો ઉપયોગ સ્કેનર તરીકે કરી શકાય છે. યુઝર ઘરે બેસીને એના સ્ટેપ્સની આસપાસના એરિયા વિશે પણ માહિતી મેળવી શકે છે. કંપની હવે સ્ટ્રીટ વ્યૂ નેવિગેશન મેપ પર કામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here