શેરબજાર : સેન્સેક્સ 885 અંક ઘટ્યો, નિફ્ટી 9142 પર બંધ : ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસના શેર ઘટ્યા

0
5
  • ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા
  • હીરો મોટોકોર્પ, લાર્સન, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા

મુંબઈ. ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 885 અંક ઘટીને 31122 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 240 અંક ઘટીને 9142 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેન્ક, રિલાયન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 5.26 ટકા ઘટીને 515.75 પર બંધ થયો હતો. ઈન્ફોસિસ 5.10 ટકા ઘટીને 658.50 પર બંધ રહ્યો હતો. જોકે હીરો મોટોકોર્પ, લાર્સન, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને સન ફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. હીરો મોટોકોર્પ 2.45 ટકા વધીને 2,245.00 પર બંધ રહ્યો હતો. લાર્સન 1.88 ટકા વધીને 879.70 પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here