Thursday, September 23, 2021
Homeટેક ટિપ્સ : ગૂગલ પ્લે સ્ટોર પર આ 3 સેટિંગ ઓન કરી...
Array

ટેક ટિપ્સ : ગૂગલ પ્લે સ્ટોર પર આ 3 સેટિંગ ઓન કરી ડેટા અને બેટરી બચાવો

તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે તો તમારે ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરવો જ પડતો હશે. પ્લે સ્ટોર પરથી જ યુઝર્સ પોતાની મનગમતી એપ્સ ઈન્સ્ટોલ કરી શકે છે. એપ સ્ટોરમાં કેટલાક સેટિંગ હોય છે જેના પર ધ્યાન ન આપીએ તો ફોનનો ડેટા અને બેટરી જલ્દી ઉતરી જાય છે. કેટલાક સેટિંગ ફોલો કરીને તમે બેટરી સેવ કરી શકો છો અને ડેટા પણ બચાવી શકો છો.

સેટિંગ નંબર 1
પ્લે સ્ટોર પરથી ડેટા સેવિંગ

જો તમારા ફોનનો ઈન્ટરનેટ ડેટા જલ્દી પૂરો થઈ જાય છે અને તમને જાણ જ નથી રહેતી કે ડેટા ક્યા વપરાઈ ગયો તો તમે કેટલાક સેટિંગ ફોલો કરી તેને બચાવી શકો છો. તેના માટે પ્લે સ્ટોર સેટિંગમાં જઈને ‘ઓટો અપડેટ્સ એપ્સ’ પર ક્લિક કરો. અહીં ડોન્ટ ઓટો અપડેટ એપ્સ ઓપ્શન ક્લિક કરો. જો તમે ઓવર એની નેટવર્ક ઓપ્શન સિલેક્ટ કર્યો છે તો એપ આપમેળે જ અપડેટ થતી રહેશે અને તમારો ડેટા વપરાતો રહેશે.

સેટિંગ નબર 2

જો તમે વધારે પડતો પ્લે સ્ટોરનો ઉપયોગ કરો છો તો તમારી બેટરી વધારે વપરાશે. બેટરી સેવ કરવા માટે તમે સેટિંગમાં જઈને થીમ ટેબ પર ક્લિક કરો. ત્યારબાદ સેટ બાય બેટરી સેવર ઓપ્શન સિલેક્ટ કરો. આ સેટિંગ ઓન કરવા પર પ્લે સ્ટોરના ઉપયોગ દરમિયાન બેટરી ઓછી ડિસ્ચાર્જ થશે.

સેટિંગ નંબર 3
પ્લે સ્ટોર પ્રોટેક્ટ કરવાની રીત

જો તમને ડર રહે છે કે કોઈ તમારા ફોનનો ઉપયોગ કરી પ્લે સ્ટોર પરથી કોઈ માલવેર એપ ઈન્સ્ટોલ કરી લેશે. તો તમે પેરેન્ટલ કન્ટ્રોલ ઓપ્શન સિલેક્ટ કરી સિક્યોર રહી શકો છો. આ ઓપ્શન સિલેક્ટ કરવા પર 4 ડિજિટનો પાસવર્ડ સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ જ્યારે પ્લે સ્ટોર ઓપન કરશો ત્યારે પાસવર્ડ સબમિટ કરવો પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments