ટેક્નોલોજી સર્વિસ ઈન્ડસ્ટ્રીની રેવન્યૂ 2025 સુધી 25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનું અનુમાન

0
1

નેસકોમના રિપોર્ટ પ્રમાણે, ભારતની ટેક્નોલોજી સર્વિસ ઈન્ડસ્ટ્રીની રેવન્યૂ 2025 સુધી 2થી 4%ના ગ્રોથ સાથે 300-350 બિલિયન ડોલર (આશરે 25.70 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી શકે છે. ફ્ચુયર ઓફ ટેક્નોલોજી સર્વિસ વિનિંગ ઈન ધિસ ડિકેડ ટાઈટલવાળા રિપોર્ટ પ્રમાણે તેના માટે પ્રાઈવેટ સેક્ટર, એજ્યુકેશન અને સરકાર વચ્ચે ઘનિષ્ઠ સહયોગની આવશ્યકતા રહેશે.

નેસકોમના રિપોર્ટ પ્રમાણે, ટેક્નોલોજી સર્વિસ સેક્ટરમાં હવે ભારત આશરે 27%નું એક્સપોર્ટ કરે છે અને આશરે 44 લાખ લોકોને આજીવિકા આપે છે.

ઓવરઓલ ઈકોનોમીમાં 8%નું યોગદાન

બેંકિંગ અને ફાઈનાન્સ, હેલ્થકેર, પ્રસાશન વગેરે જેવા 50થી વધારે સેક્ટર્સમાં હવે ટેક્નોલોજી સર્વિસ ઈન્ડસ્ટ્રી પ્રમુખ ચાલક છે. તેનું યોગદાન દેશની ઈકોનોમીમાં 8%નું છે. કોવિડને કારણે લગભગ દરેક સેક્ટરમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જર્નીને વેગ મળ્યો છે.

વધતાં જતાં ક્લાઉડ કન્ઝપ્શન અને અન્ય ડિજિટલ સર્વિસ જેમ કે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને ML (મશીન લર્નિંગ) ડિજિટલ અને ક્લાઉડ સર્વિસ માટે માર્ગ તૈયાર કરી રહી છે. રિપોર્ટ મુજબ, સાયબર સ્પેસ અને IoT (ઈન્ટરનેટ ઓફ થિંક્સ) ડિજિટલ ખર્ચના રેવન્યૂ સાથે 2025 સુધી 300-350 બિલિયન ડોલર સુધી પહોંચવાની આશા છે.

આગામી દાયકામાં ઈકોનોમીમાં યોગદાન વધશે

નેસકોમના પ્રેસિડન્ટ, દેબજાની ઘોષે જણાવ્યું કે, ઈન્ડિયન ટેક્નોલોજી સર્વિસ સેક્ટર પ્રભાવી પરિવર્તનકારીનાં માધ્યમથી ક્લાઉડ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, IoT વગેરે જેવી ટેક્નોલોજીની સંભાવનાઓનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી આગામી દાયકામાં ઓવરઓલ ઈકોનોમીમાં યોગદાન વધશે.

સરકારે ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતો પૂરી કરવા માટે ડિજિટલ સાક્ષરતા અને સ્કિલ્સ વધારવા માટે તેનું સમર્થન કરવાની આવશ્યકતા છે.

ટેક્નોલોજીમાં ઈન્વેસ્ટમેન્ટ ઝડપથી વધશે

નેસકોમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી દશકમાં ટેક્નોલોજીમાં ઈન્વેસ્ટમેન્ટ વધશે. ટેક્નોલોજી નેટિવ્સ અને ડિજિટલ રીઈનવેન્ટર્સ, નવાં ટેક ઈનેબલ બિઝનેસ મોડેલ જેવી ઈકોસિસ્ટ, ડાયરેક્ટ ટુ સ્ટેકહોલ્ડર્સ ચેનલ્સ અને ડિજિટલ 2.0ની માગમાં ઝડપથી વૃદ્ધિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here