અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી તેજસ ટ્રેનનું ભાડું નક્કી, ભાવ જાણીને કહેશો ‘ઓય બાપા’

0
47

(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)

અમદાવાદ મુંબઈ વચ્ચે હવે 19 જાન્યુઆરીથી તેજસ ટ્રેન દોડવાની છે. જેની તમામ લોકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે ટ્રેનના ભાડા પણ નક્કી થઈ ગયા છે. તેજસ ટ્રેનનું ભાડુ શતાબ્દી કરતા વધુ હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2384 રૂપિયા હશે.

  • અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું નક્કી
  • શતાબ્દી એક્સ્પ્રેસથી મોંઘું હશે તેજસ એક્સપ્રેસનું ભાડું
  • 19 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે ટ્રેન

જેમાં બેસ ફેર 1875 રૂપિયા, GST 94 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 415 રૂપિયા હશે. જ્યારે AC ચેર કારનું ભાડું 1289 રૂપિયા હશે. જેમાં બેસ ફેર 870 રૂપિયા, GST 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા સામેલ છે. 19 જાન્યુઆરીથી અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સુધી ટ્રેન દોડશે. જેમાં સવારે 6.40 વાગે અમદાવાદથી ટ્રેન ઉપડશે અને બપોરે 1.10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

આટલા સ્ટેશન પર કરશે બ્રેક

જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ટ્રેન ઉપડશે અને રાત્રે 9.55 વાગે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાશે. ગુરુવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ આ ટ્રેન દોડશે. સાથે જ ટ્રેનમાં અદ્યતન સુવિધાઓ મળશે. સાથે જ ટ્રેન મોડી પડશે તો મુસાફરોને રિફંડ પણ આપવામાં આવશે.

નિયત સમય કરતાં ૧ કલાક મોડી પડશે તો મળશે વળતર

એટલું જ નહીં, પરંતુ પ્રવાસીને વધુ એક સુવિધા પણ આપવામાં આવશે. આઈઆરસીટીસીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર તેજસ ટ્રેન તેના નિયત સમય કરતાં ૧ કલાક મોડી પડશે તો પ્રવાસીને ૧૦૦ રૂપિયા અને ર કલાકથી વધુ મોડી પડે તો રપ૦ રૂપિયા વળતર ચૂકવવામાં આવશે. આ સુવિધા દિલ્હી -લખનૌ વચ્ચે શરૂ થયેલી તેજસમાં અપાઈ રહી છે. આ જ પ્રમાણેની સુવિધા મુંબઈ-અમદાવાદ વચ્ચે પણ મળશે.

સાડા છ કલાકમાં કાપશે અંતર

અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનનો નંબર 09426 હશે, જ્યારે મુંબઇથી અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેન 09425 હશે. આ ટ્રેન સાંજે 5.15 વાગ્યે મુંબઇથી અમદાવાદ તરફ આવવા નીકળશે, જે રાત્રે 11:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. નોંધનીય છે કે, દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ દિલ્હી-લખનઉ રૂટ પર ચલાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડતી બીજી તેજસ એક્સપ્રેસ ટ્રેન લગભગ સાડા છ કલાકમાં બંને સ્ટેશનો વચ્ચેની મુસાફરી પૂર્ણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here