Wednesday, September 22, 2021
Homeતેલંગાણા : 21 વર્ષીય યુવતીએ અત્યાર સુધી 120થી વધારે પશુ-પક્ષીઓનો જીવ બચાવ્યો
Array

તેલંગાણા : 21 વર્ષીય યુવતીએ અત્યાર સુધી 120થી વધારે પશુ-પક્ષીઓનો જીવ બચાવ્યો

21 વર્ષીય મોહમ્મદ સુમા તેલંગાણામાં મહેબુબાબાદમાં રહે છે. છેલ્લા 10 વર્ષથી તે મુશ્કેલીમાં ફસાઈ ગયેલા પશુ-પક્ષીઓની મદદ કરે છે. શનિવારે તેણે 40 ફૂટ ઊંડાં કૂવામાં પડી ગયેલા શિયાળનાં બચ્ચાને સુરક્ષિત બહાર કાઢ્યું. જો કે, બહાર લાવ્યા છતાં બચ્ચાને બચાવી ના શકાયું. સુમાએ અત્યાર સુધી આશરે 120થી વધારે પ્રાણીઓ અને પક્ષીઓનો જીવ બચાવ્યો છે. તેમાં ગાય, શ્વાન, બિલાડીઓ, પક્ષીઓ અને અજગર પણ સામેલ છે. સુમાએ પશુઓનો જીવ બચાવવાનું કામ 11 વર્ષની ઉંમરે શરુ કર્યું હતું. તેણે પોતાના ઘરમાં બીમાર પ્રાણીઓને રાખવા માટે સ્પેશિયલ શેડ પણ બનાવ્યો છે.

ઘાયલ પશુઓની સારવાર કરે છે
સવારનાં 10 વાગ્યા હોય કે પછી રાતનાં 10 વાગ્યા હોય, સુબા પ્રાણીઓનો જીવ બચવવામાં પોતાનો જીવ રેડીને કામ કરે છે. તેને આ કામની પ્રેરણા પોતાના પેરેન્ટ્સમાંથી મળી. છેલ્લા 10 વર્ષથી રોજ પશુ-પક્ષીઓનો જીવ બચાવવો એ સુમાનું રૂટીન બની ગયું છે. તે ઘવાયેલા પશુ-પક્ષીઓને પ્રાથમિક સારવાર પણ આપે છે.

રેસ્ક્યુ ઓપરેશનમાં સુમાના પિતા પણ સાથે આવે છે
ન્યૂઝ એજન્સી ઇન્ડિયન એક્સપ્રેસને પોતાના કામ વિશે કહ્યું, મારા માતા પિતા પર્યાવરણને બચાવવાનાં પ્રયત્નો કરી રહ્યા છે. તેમને જ જોઇને મેં 11 વર્ષની ઉંમરે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું. હું દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે મેં એક પિગ રેસ્ક્યુ કર્યું હતું. મને રેસ્ક્યુ કોલ આવે ત્યારે ઓપરેશનમાં મારા પિતા પણ સાથે આવે છે. ઘણીવાર રેસ્ક્યુ ઓપરેશન અઘરું બની જાય છે. થોડા વર્ષ પહેલાં સુમાએ અજગર પકડ્યો હતો અન તે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટને સોંપી દીધો હતો.

પશુ-પક્ષીઓ માટે ઘરમાં એક સ્પેશિયલ શેડ છે
સુમાએ પોતાના ઘરમાં એક શેડ પણ બનાવ્યો છે. અહીં તે રેસ્ક્યુ કરેલા પ્રાણીઓને રિકવર કરે છે. વર્ષ 2018માં તેણે બિલાડીના 6 બચ્ચાને રેસ્ક્યુ કર્યા હતા. તેમની માતાનું અવસાન થતા સુમાએ બધાને શેડમાં સાચવ્યા અને તેમનું ધ્યાન રાખ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments