Friday, March 29, 2024
Homeતેલંગાણા : ઘરમાં જગ્યા ના હોવાથી 18 વર્ષનો કોરોના પોઝિટિવ વિદ્યાર્થી વૃક્ષ...
Array

તેલંગાણા : ઘરમાં જગ્યા ના હોવાથી 18 વર્ષનો કોરોના પોઝિટિવ વિદ્યાર્થી વૃક્ષ પર આઈસોલેટ થયો

- Advertisement -

કોરોનાની બીજી લહેરમાં દેશમાં સતત કેસ વધી રહ્યા છે. શહેરની સાથે ગામડાઓમાં પણ કોરોનાવાઈરસ પહોંચી ગયો છે. તેલંગાણામાં નાલગોંડા જીલ્લામાં આવેલા 18 વર્ષના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેણે પોતાને ઝાડ પર આઈસોલેટ કર્યો. શિવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેના ઘરના લોકો ડરી ગયા હતા અને ઘરમાં આઇસોલેટ થવા માટે જગ્યા ના હોવાથી તે 11 દિવસ સુધી ઝાડ પર રહ્યો.

‘11 દિવસ સુધી વૃક્ષ જ મારું ઘર’
શિવાએ પરિવારનું વિચારીને તેમનાથી દૂર રહેવાનું વિચાર્યું તેણે ઝાડ પર બામ્બુ સ્ટીકથી બેડ બનાવ્યો. બે ટંકનું જમવાનું તેના પરિવારજનો આપી જતા. તે લેવા માટે પણ તેણે દોરડું રાખ્યું હતું. 11 દિવસ સુધી આ ઝાડ જ તેનું ઘર હતું. તે અહીંયા જ સૂતો અને આખો દિવસ પસાર કરતો.

ગામમાં બધા કોરોના પોઝિટિવ લોકોથી દૂર ભાગે છે
ન્યૂઝ એજન્સી ‘ધ પ્રિન્ટ’ સાથે વાતચીત દરમિયાન શિવાએ કહ્યું, હું રહું છું ત્યાં કોઈ આઈસોલેશન સેન્ટર નથી. બે દિવસ પહેલાં એક હોસ્ટેલને આઈસોલેશન સેન્ટરમાં કન્વર્ટ કર્યું હતું, પણ ત્યાં જગ્યા નહોતી. ગામમાં કોરોના પોઝિટિવ લોકો માટે કોઈ અલગથી સેન્ટર જ નથી. આવી સ્થિતિમાં હું શું કરું? ગામમાં લોકોને મારા કોરોના રિપોર્ટની ખબર પડ્યા પછી પણ કોઈ મારી મદદ કરવા આવ્યું નથી. બધા વાઈરસથી ડરે છે અને કોરોના પોઝિટિવ લોકોની નજીક જ આવતા નથી. લોકોમાં વાઈરસની એટલી બધી બીક બેસી ગઈ છે કે તેઓ ઘરની બહાર આવતા નથી.
મારા અને મારા પરિવારનું વિચારીને મેં ઝાડ પર જ રહેવાનું નક્કી કર્યું.

શિવા જેવા દેશમાં અનેક લોકો
ક્વોરન્ટીન ટાઈમમાં શિવાએ મોટાભાગનો સમય સ્માર્ટફોનમાં પસાર કર્યો. દેશમાં શિવા જેવા અનેક લોકો છે જેઓ આઈસોલેશન ટાઈમમાં ઝાડ, બાથરૂમ કે પછી ઓસરીમાં રહ્યા. રવિવારે તેલંગાણામાં એક્ટિવ કેસનો આંકડો 5.23 લાખને પાર થઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular