Wednesday, September 28, 2022
Homeદેશતેલંગાણા : કોમેડિયન મુનવ્વર ફારૂકીનાં શોને લઈને ભાજપ નેતાઓએ આપી ધમકી

તેલંગાણા : કોમેડિયન મુનવ્વર ફારૂકીનાં શોને લઈને ભાજપ નેતાઓએ આપી ધમકી

- Advertisement -

ભાજપના તેલંગાણા એકમે ગુરુવારે ચેતવણી આપી હતી કે જો રાજ્ય સરકાર સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવર ફારુકીને 20 ઓગસ્ટે હૈદરાબાદમાં શો કરવાની મંજૂરી આપશે તો તેના ગંભીર પરિણામો આવશે. ગોશમહલ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે “જોઈ લેજો જો તેમને હૈદરાબાદમાં શો માટે બોલાવવામાં આવે તો શું થાય છે, જ્યાં પણ કાર્યક્રમ હશે ત્યાં તેને માર મારીશું. સ્થળ ગમે તે હોય, અમે તેને આગ લગાવી દઈશું.”

અહેવાલ અનુસાર, ભાજપના નેતાએ કહ્યું, “ભૂતકાળમાં પણ, ફારૂકીએ હિન્દુ દેવતાઓની મજાક ઉડાવી હતી, જેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. જો તે તેલંગાણા આવશે તો અમે તેને આપણા ભગવાન રામ સાથે દુર્વ્યવહાર કરવા બદલ ચોક્કસ પાઠ ભણાવીશું. ફારૂકીએ બુધવારે હૈદરાબાદમાં એક શો કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ પહેલા ફારૂકી 9 જાન્યુઆરીએ હૈદરાબાદમાં પોતાનો શો ‘ધનધો’ કરવાનો હતો. પરંતુ કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે તે રદ કરવામાં આવ્યો હતો. તે સમયે પણ, તેલંગાણા ભાજપે જાહેરાત કરી હતી કે તે ફારુકીનો શો “કોઈપણ કિંમતે” થવા દેશે નહીં.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ બંડી સંજયે યુવાનોને ફરુકીનો શો બંધ કરવાની અપીલ કરી હતી, જ્યારે ધારાસભ્ય રાજા સિંહે પોલીસ મહાનિર્દેશક એમ મહેન્દ્ર રેડ્ડીને પત્ર લખીને આ શોની મંજૂરી ન આપવા જણાવ્યું છે. સિંહે કહ્યું કે ફારૂકીની અગાઉ હિન્દુ દેવતાઓ સામે નફરત ફેલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને 37 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. સિંહે કહ્યું કે ફારૂકીએ જાન્યુઆરીમાં ઈન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ પણ ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), ગોધરા કાંડ અને કારસેવકો વગેરે વિરુદ્ધ પણ ટિપ્પણી કરી છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular