કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી 27,964, મૃત્યુઆંક 884: તેલંગાણા 1000નો આંકડો પાર કરનારું 9મું રાજ્ય, 9 રાજ્યોમાં જ 88% દર્દી

0
5

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,964એ પહોંચી છે. 26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ પહોંચી ગયું છે, પરંતુ સૌથી વધારે સંક્રમણ વાળા 9 રાજ્યોમાં જ રવિવાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 24,418 હતી. આ દેશમાં કુલ સંક્રમિતોનો લગભગ 88% છે. રવિવારે દેશમાં કોરોના સંક્રમણના 1607 કેસ આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં 440, દિલ્હીમાં 293, ગુજરાતમાં 230, મધ્યપ્રદેશમાં 145 અને રાજસ્થાનમાં 102 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રવિવારે સાંજ સુધી 24 કલાક 1975 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 26 હજાર 917 કોરોના સંક્રમિત છે. જેમાંથી 21 હજાર 3 લોકોની સારવાર ચાલી રહી છે. 5914 સાજા થયા છે અને 826 લોકોના મોત થયા છે.

 અપડેટ્સ

  • કોરોના વોરિયર હરજીતનું સન્માનઃ પંજાબમાં કોરોના વોરિયર હરજીત સિંહને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરમાંથી પ્રમોશન આપીને સબ ઈન્સપેક્ટર બનાવાયા છે. લોકડાઉન દરમિયાન નિંહગોના હુમલામાં તેમનો હાથ કપાઈ ગયો હતો. જો કે, ડોક્ટર્સે તેને જોડી દીધા છે. હરજીતના સન્માનમાં પોલીસ વિભાગે પણ ‘મેં ભી હરજીત’ અભિયાન ચલાવ્યું છે. જેના હેઠળ રાજ્યના ડીજીપી દિનકર ગુપ્તાએ પોતાની વર્ધી પર હરજીત નામની પ્લેટ લગાવી છે.
  • સ્વાસ્થ્ય મંત્રીના ઓએસડી ઓફિસમાં સંક્રમણઃ સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના અધિકારી ઓન સ્પેશ્યલ ડ્યૂટી ઓફિસમાં તહેનાત સુરક્ષાકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના હવાલાથી આ સમાચાર મળ્યા છે. આ ઓફિસ એઈમ્સના ટીચીંગ બ્લોકમાં છે. સંક્રમિત સુરક્ષાકર્મીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરાઈ રહી છે. ઓએસડી અને ઘણા કર્મચારીઓને સેલ્ફ ક્વૉરન્ટીન થવાની સલાહ આપવામાં આવી છે.
  • દિલ્હીમાં 3 હોસ્પિટલના સ્ટાફ સંક્રમિતઃ બાબા સાહેબ હોસ્પિટલના 29 ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં પણ ડોક્ટર્સ સહિત સ્ટાફના 44 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. દિલ્હીના એઈમ્સના ચોથા નર્સ સંક્રમિત થયા છે.
  • કોરોના સંક્રમિતે આત્મહત્યા કરીઃ કર્ણાટકમાં બેંગલુરુના વિક્ટોરિયા હોસ્પિટલમાં સોમવારે એક 50 વર્ષના કોરોના સંક્રમિતે હોસ્પિટલની ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી દીધ છે.
  • સાંસદના પરિવારના 6 લોકો સંક્રમિતઃ આંધ્રપ્રદેશના કુરનૂલથી સાંસદ ડો. સંજીવ કુમારના પરિવારના 6 સભ્ય સંક્રમિત મળ્યા છે. જેમાં સંજીવના 80 વર્ષના પિતા, 2 ભાઈ અને તેમની પત્નીઓ અને એક ભત્રીજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

    સરકારે કહ્યું- હોટ સ્પોટ નોન હોટ સ્પોટમાં બદલાઈ રહ્યા છે 

  • કેન્દ્ર સરકારે કહ્યું કે, દેશમાં હોટ સ્પોટ વિસ્તાર નોન હોટ સ્પોટમાં ફેરવાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, ડો. હર્ષવર્ધને 283 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં સંક્રમિણ સ્થિતિ સામે આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, રવિવાર સુધી 64 જિલ્લામાં 7 દિવસથી, 48 જિલ્લામાં 14 દિવસથી , 33 જિલ્લામાં 21 દિવસથી, 18 જિલ્લામાં 28 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી. હર્ષવર્ધન રવિવારે એઈમ્સ પહોંચ્યા હતા. અહીંયા તેમને ટ્રામાનું નિરક્ષણ કર્યું. ટ્રામા સેન્ટરને કોવિડ વોર્ડ બનાવાયું છે.લખનઉમાં તમામ ધાર્મિક સામૂહિત રીતે થનારા કાર્યક્રમ પર પ્રતિબંધ
  • મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 12 લોકોના મોત, અહીંયા દર્દીઓની સંખ્યા 5,407એ પહોંચી
  • ઉત્તરપ્રદેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1843 થઈ છે, અત્યાર સુધી 29 લોકોના મોત

પાંચ દિવસમાં સંક્રમણના સૌથી વધારે કેસ 

દિવસ કેસ
25 એપ્રિલ 1835
23 એપ્રિલ 1667
26 એપ્રિલ 1607
19 એપ્રિલ 1580
21 એપ્રિલ 1537
રાજ્ય  કેટલા સંક્રમિત થયા કેટલા સાજા થયા કેટલા મોત 
મહારાષ્ટ્ર 8068 1188 342
ગુજરાત 3301 313 155
દિલ્હી 2918 877 54
રાજસ્થાન 2185 629 41
મધ્યપ્રદેશ 2090 302 103
તમિલનાડુ 1885 1020 24
ઉત્તરપ્રદેશ 1873 327 30
આંધ્રપ્રદેશ 1097 231 31
તેલંગાણા 1001 316 25
પશ્વિમ બંગાળ 611 105 20
જમ્મુ-કાશ્મીર 523 137 06
કર્ણાટક 503 182 19
કેરળ 469 342 03
પંજાબ 322 84 18
હરિયાણા 296 199 05
બિહાર 274 56 02
ઓરિસ્સા 103 35 01
ઝારખંડ 82 13 03
હિમાચલ પ્રદેશ 40 22 02
આસામ 36 27 01
છત્તીસગઢ 36 32 00
ચંદીગઢ 36 17 00
આંદામાન- નિકોબાર 33 18 00
લદ્દાખ 20 16 00
મેઘાલય 12 00 01
પુડ્ડુચેરી 08 04 01
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
ત્રિપુરા 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

 

દેશના રાજ્ચોની સ્થિતિ

મધ્યપ્રદેશ, સંક્રમિત:2090- અહીંયા રવિવારે 145 કેસ સામે આવ્યા છે. ઈન્દોરમાં અત્યાર સુધી 1176 કેસ મળ્યા, જેમાંથી 57 લોકોના મોત થયા છે. ભોપાલમાં દર્દીઓની સંખ્યા 415 છે અને 9 સંક્રમિતોના મોત થયા છે. રાહતના સમાચાર એ છે કે કુલ 399 લોકો સાજા થયા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ1873– રાજ્યમાં રવિવારે 80 પોઝિટિવ દર્દી મળ્યા હતા. રાજ્યમાં રવિવારે સવારે 12 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here