તેલંગાણામાં ટોલ પ્લાઝા પર ટીઆરએસ નેતાઓની ગુંડાગર્દીનો મામલો સામે આવ્યો છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિનાં કાર્યકર્તાઓ દ્વારા એક ટોલ પ્લાઝાના કર્મચારીની પિટાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. સીસીટીવીમાં કેદ થયેલ ઘટનાનો વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રાજનેતાની કાર ટોલ પોઈન્ટ પર પહોંચ્યા બાદ, શાદનગર ટોલ પ્લાઝાના કર્મચારી ટોલ ફીસની માંગ કરે છે. વીડિયોમાં TRSના નસરૂલાબાદ સરપંચ અને એક અન્ય વ્યક્તિને ગાડીમાંથી ઉતરતા જોઈ શકાય છે. તેઓ કાર પરથી ઉતરે છે અને ટોલ માંગનાર કર્મચારીઓને તમાચો મારીને ધક્કો દઈ દે છે.
વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે ઘણા સુરક્ષા ગાર્ડો સાતે કારની આસપાસ લોકો પણ જમાં થઈ ગયા છે અને TRS નેતાને અટકવા માટે કહી રહ્યા છે. જોકે, ફૂટેજથી જાણ થાય છે કે ટોલ પ્લાઝાના કર્મચારીઓને પછી ધક્કો મારવામાં આવ્યો અને પિટવામાં આવ્યો, જેથી સુરક્ષા ગાર્ડ, ટોલ પ્લાઝાના કર્મચારીઓ અને રાજનેતા આ\તથા તેમના લોકો વચ્ચે હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. TRS નેતા સાથે હાજર લોકોએ બૂથમાં તોડફોડ કરી. રિપોર્ટ્સ અનુસાર, TRS નેતા અને નસરૂલાબાદના સરપંચ પ્રણીલ ચંદરના સમર્થકોએ શાદનગર ટોલ પ્લાઝા પર કર્મચારીઓ પર હુમલો કર્યો એંડ ફીસ ભરવા માટે કહેવા પર તોડફોડ કરી.
કથિત રીતે સરપંચના ફાસ્ટ ટેગ ખાતામાં પૈસા ખૂટી ગયા હતા, જે કારણે દલીલ શરૂ થઈ હતી. ટોલ પ્લાઝાના એક સીસીટીવી ફૂટેજમાં સરપંચના એક કાર્યકર્તાને તે કારના ચાલક સાથે વાત કરતાં જોવામાં આવ્યા છે, જેમાં સરપંચ બેઠા હતા. ક્ષણભર બાદ, સરપંચ બહાર આવે છે અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે મારપીટ શરૂ કરે છે. વીડિયો વાયરલ થવા પર શમશાબાદનાં ડીસીપીએ કહ્યું કે બંને સામે મામલો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી પણ શરૂ થશે. રિપોર્ટ અનુસાર, ડીસીપી આર જગદીશ્વર રેડ્ડીએ કહ્યું, “શાદનગર ટોલ પ્લાઝા પર ટોલ પ્લાઝાના કર્મચારીઓ અને ટીઆરએસ સરપંચ વચ્ચે દલીલ થઈ હતી. બંનેએ ફરિયાદ કરી હોવાથી અમે બંને પક્ષો સામે કેસ નોંધ્યો હતો. ટોલ પ્લાઝા પર હુમલો અને તોડફોડ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.”