તેલંગાના : હૈદરાબાદના ફ્લાઈંગ ઇન્સ્ટિટ્યૂટનું ટ્રેનર એરક્રાફટ ક્રેશ, 2 પાયલટના મોત

0
0

હૈદરાબાદઃ તેલંગાનાના વિકારાબાદ જિલ્લામાં રવિવારે એક ટ્રેનર એરક્રાફટ દુર્ઘટનાગ્રસ્ત થવાથી બે પાયલટના મોત થયા છે. તેમાં એક મહિલા અને એક પુરુષ સામેલ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન હૈદરાબાદના એક ફલાઈંગ ઇન્સ્ટિટ્યૂટનું હોવાનું કહેવાઈ રહ્યું છે. બંને ટ્રેની પાયલટોએ હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. બાદમાં આ વિમાન હૈદરાબાદથી 100 કિલોમીટર દૂર એક ગામમાં ક્રેશ થઈ ગયું.

ઘટનાને નજરે દેખનાર લોકોએ જણાવ્યું કે ખેતરમાં પડતા પહેલા વિમાન ઘણીવાર સુધી ગોળ-ગોળ ફર્યું હતું. પુરુષ પાયલટની ઓળખ પ્રકાશ વિશાલ તરીકે થઈ છે, જ્યારે મહિલા પાયલટની ઓળખ હજી થઈ નથી. અકસ્માત બાદ ખેડૂતો અને લોકોએ પાયલટને કાટમાળમાંથી કાઢવાની કોશિશ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here