ટેલિકોમ : જિયો તેના યુઝર્સ માટે ખાસ પ્લાન લઈને આવ્યું કોઈ ડેઈલી લિમિટ વગર

0
7

જિયો તેના યુઝર્સ માટે 5 નવા ખાસ પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાન્સની ખાસ વાત એ છે કે તેને કોઈ ડેઈલી લિમિટ વગર લોન્ચ કરવામાં આવ્યા છે. આ પ્લાન્સમાં યુઝર્સને ફિક્સ્ડ ડેટા મળશે પરંતુ તેમાં કોઈ ડેઈલી ડેટાની લિમિટ નહીં હોય. તેનો અર્થ એ થયો કે યુઝર વેલિડિટી પિરિઅડ દરમિયાન ઈચ્છે એટલા દિવસ સુધી આ ડેટાનો ઉપયોગ કરી શકશે. તે સિવાય આ પ્લાન્સમાં અનલિમિટેડ વોઈલ કોલિંગ અને જિયો એપ્સનું ફ્રી એક્સેસ પણ મળશે. અહીં જાણો આ પ્લાન્સ વિશે…

127 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની સાથે યુઝર્સને કુલ 12GB ડેટા મળશે અને આ પ્લાનની વેલિડિટી 15 દિવસની હશે. તે ઉપરાંત દરરોજ 100 SMS અને જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે.

250 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટીની સાથે કુલ 25GB મોબાઈલ ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMS ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની સાથે પણ જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળી રહ્યું છે.

447 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની સાથે યુઝરને 60 દિવસની વેલિટિડીની સાથે 50GB ડેટા મળશે. તે ઉપરાંત તેમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMS અને જિયો એપ્સનું ફ્રી એક્સેસ પણ યુઝર્સને આ પ્લાનની સાથે મળશે.

597 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને 90 દિવસની વેલિડિટીની સાથે કુલ 75GB ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS અને જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે.

2397 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટીની સાથે કુલ 365GB ડેટા મળશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS મળે છે. તેમાં પણ જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here