Friday, March 29, 2024
Homeટેલિકોમ : હવે સસ્તું થઈ જશે તમારા DTHનું બિલ, 130 રૂપિયામાં મળશે...
Array

ટેલિકોમ : હવે સસ્તું થઈ જશે તમારા DTHનું બિલ, 130 રૂપિયામાં મળશે આટલી ફ્રી ચેનલ્સ

- Advertisement -

ડીટીએચ અને કેબલ ટીવી સબ્સ્ક્રાઈબર્સ માટે સારાં સમાચાર છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ કેબલ નેટવર્ક ગ્રાહકોને નવું ટેરિફ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ગ્રાહકોને હવે 130 રૂપિયામાં 200 ચેનલ ફ્રી મળશે. એક રિપોર્ટ મુજબ TRAIના નેશનલ ટેરિફ ઓર્ડર 2.0માં મલ્ટી ટીવી યુઝર્સના એનસીએફ (નેટવર્ક કેપેસિટી ફી)ની સાથે 130 રૂપિયામાં વધુ ફ્રી ટૂ એયર ચેનલ બતાવવાની વાત કહી છે. આ સાથે જ હવે યુઝર્સને બ્રોડકાસ્ટર્સ અને ઓપરેટર્સની જેમ ડિસ્કાઉન્ટ પમ મળશે.

  • TRAIએ કેબલ નેટવર્ક ગ્રાહકોને નવું ટેરિફ લિસ્ટ જાહેર કર્યું
  • 130 રૂપિયામાં 200 ચેનલ જોઈ શકાશે
  • 14 ટકા જેટલું ઘટશે ટીવી બિલ

નવા ટેરિફ ઓર્ડરની વાત કરીએ તો યુઝર્સની સંખ્યામાં ફરીથી વધારો થશે. હવે ડીટીએચ અને કેબલ ટીવી સર્વિસથી એવા યુઝર્સ પાછા જોડાશે, જેઓ ટેરિફ મોંઘુ થવાને કારણે સબ્સ્ક્રિપ્શન રિન્યૂ નહોતું કરાવ્યું. આવું એટલા માટે થશે કારણ કે, નવા નેશનલ ટેરિફ ઓર્ડર બાદથી ટીવી સબસ્ક્રિપ્શન 14 ટકા સુધી સસ્તું થવાની આશા છે.

છેલ્લું ટેરિફ ઓર્ડર યુઝર્સ માટે મોંઘો હતો

ગયા વર્ષે નવા ટેરિફ ઓર્ડર આવવાથી ઘણાં યુઝર્સની ફરિયાદ હતી કે તેમને હવે સબ્સ્ક્રિપ્શન માટે પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. શરૂઆતમાં નેટવર્ક કેપેસિટી ફી જેવું કંઈ નહોતું, પરંતુ યુઝર્સને દર મહિને 153 રૂપિયા ચૂકવવા જરૂરી હતા. તેથી જ દર મહિને યુઝર્સના ટીવી બિલમાં 20%નો વધારો થયો હતો. એટલું જ નહીં, યુઝર્સે ટ્રાઇ પાસે નેટવર્ક કેપેસિટ ફી 100 રૂપિયાથી ઓછી કરવાની માંગ કરી હતી.

ફ્રી ટૂ એર ચેનલ્સની સંખ્યા વધશે

ટ્રાઇએ હવે યુઝર્સની આ સમસ્યાને દૂર કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ નેટવર્ક કેપેસિટી ફી ઘટાડવાને બદલે, ફ્રી મળનારી ચેનલોની સંખ્યા બમણી કરવામાં આવી છે. આ 130 રૂપિયાના પ્રારંભિક સ્લેબ માટે છે. 130 રૂપિયાના એનસીએફ ટેક્સ સાથે માસિક ચાર્જ 153 રૂપિયા આવે છે. તમને જણાવી દઈએ કે, અગાઉના ટેરિફ ઓર્ડર મુજબ, યુઝર્સને 130 રૂપિયામાં માત્ર 100 મફત ચેનલો મળતી હતી.

આવતા મહિને અમલ થવાની અપેક્ષા છે

નવા ટેરિફ ઓર્ડરનો અમલ 1 માર્ચ 2020થી થવાનો છે. જોકે, બ્રોડકાસ્ટર્સે ટ્રાઇના નિર્ણય સામે સ્થાનિક કોર્ટ્સમાં અપીલ કરી છે, જેનો નિર્ણય 12 ફેબ્રુઆરીએ આવે તેવી સંભાવના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular