- Advertisement -
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે. જે મુજબ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરનું મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. એટલે કે 40 ડિગ્રીએ તાપમાન પહોંચશે.
પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ગરમીનો અનુભવ ઓછા પ્રમાણમાં થશે. જોકે, એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે.એપ્રિલના અંતમાં અને મેના પહેલા સપ્તાહમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે