Wednesday, December 8, 2021
Homeહિમાચલમાં 3 ટૂરિસ્ટ સ્પોટ પર તાપમાન માઇનસમાં પહોંચ્યું, MPમાં વરસાદને કારણે ઠંડીમાં...
Array

હિમાચલમાં 3 ટૂરિસ્ટ સ્પોટ પર તાપમાન માઇનસમાં પહોંચ્યું, MPમાં વરસાદને કારણે ઠંડીમાં વધારો

પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદની વિસ્તારોમાં વરસાદ બાદ ઠંડીમાં વધારો થયો છે. અનેક રાજ્યોમાં ઠંડીની લહેર ચાલી રહી છે. હવામાનમાં ફેરફાર થવાથી જનજીવન પર પણ અસર થઈ રહી છે. ક્યાંક હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ છે, તો ક્યાંક ધુમ્મસને કારણે ટ્રાફિક પ્રભાવિત થઈ રહ્યો છે. 7 રાજ્યના હવામાન અંગેનો રિપોર્ટ…

મનાલીથી સોલંગ નાલા તરફ નેહરુ કુંડની આગળ લાગેલો ટ્રાફિકજામ. આ વાહનો પ્રવાસીઓનાં છે. તસવીર: ગૌરીશંકર.
મનાલીથી સોલંગ નાલા તરફ નેહરુ કુંડની આગળ લાગેલો ટ્રાફિકજામ. આ વાહનો પ્રવાસીઓનાં છે. તસવીર: ગૌરીશંકર.

 

હિમાચલ: હિમવર્ષાને કારણે 184 રસ્તા બંધ થયા છે

હિમાચલ પ્રદેશમાં 3 વિસ્તારોમાં તાપમાનનો પારો માઈનસમાં પહોંચ્યો છે. કેલાંગનું તાપમાન માઇનસ (-)10 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કાલપામાં માઇનસ 4.6 ડીગ્રી અને મનાલીમાં -2 ડીગ્રી નોંધાયું છે. કેલાંગમાં 10 સેન્ટિમીટર હિમવર્ષા થઈ છે. કલ્પામાં 4 અને મનાલીમાં 2 સેમી હિમવર્ષા થઈ છે. એવામાં પ્રદેશમાં 3 નેશનલ હાઇવે સહિત 184 રસ્તા બંધ થઇ ગયા છે. સૌથી વધુ 140 રસ્તા લાહૌલ-સ્પિતીમાં બંધ છે.

મધ્યપ્રદેશ: માવઠા બાદ ધુમ્મસની ચાદરથી ઢંકાયું ભોપાલ

સોમવારે ભોપાલ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં સતત ચોથા દિવસે વરસાદ પડ્યો છે. ઠંડીની સીઝનમાં રવિવારે પહેલી વાર સૌથી વધુ ધુમ્મસ છવાયું હતું. સવારે 7:30થી 11:30 સુધી 4 કલાક દરમિયાન વિઝિબિલિટી 300 મીટર રહી હતી. આ સાથે જ ઈન્ડિગોની દિલ્હી ફ્લાઇટને ઈન્દોર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, જે દોઢ કલાક પછી ભોપાલ પહોંચી હતી.

ભોપાલના ભેલ દશેરા મેદાન પર ક્રિકેટ રમતા યુવકો. ફોટો: અનિલ દીક્ષિત.
ભોપાલના ભેલ દશેરા મેદાન પર ક્રિકેટ રમતા યુવકો. ફોટો: અનિલ દીક્ષિત.

 

રાજસ્થાન: ઠંડા પવનને કારણે તાપમાનનો પારો 3 કલાકમાં 3 ડીગ્રી સુધીની ઘટાડો

ગત દિવસોની સરખામણીએ ઠંડીમાં તો વધારો થયો જ છે, પણ લઘુતમ તાપમાન હજી પણ સામાન્યથી ઉપર છે. રવિવારે દિવસભર ઠંડા પવાનોને કારણે ઠંડીમાં વધારો થયો છે અને તાપમાનનો પારો ત્રણ કલાકમાં ત્રણ ડીગ્રી નીચે આવતાં 22 ડીગ્રીથી 19 ડીગ્રી પર આવી ગયો હતો. માઉન્ટ આબુમાં રાતનો પારો એક જ દિવસમાં 1.5 અને 2 દિવસમાં 4 ડીગ્રી સુધી ગયો હતો, જેને કારણે હદ થીજવતી ઠંડી પડી રહી છે. રવિવારે લઘુતમ તાપમાન 4 ડીગ્રી અને મહત્તમ 19.4 નોંધાયું હતું. પર્વતો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે આગામી દિવસોમાં પ્રદેશમાં હજી પણ ઠંડીમાં વધારો થશે.

મનાલીમાં નેહરુ કુંડ નજીક સ્કિઇંગ કરતા ટૂરિસ્ટ.
મનાલીમાં નેહરુ કુંડ નજીક સ્કિઇંગ કરતા ટૂરિસ્ટ.

 

હરિયાણા: ભિવાનીમાં રાત્રિના સમયે પારો 6.7 ડીગ્રી

પર્વતોમાં ભારે બરફવર્ષા અને મેદાનોમાં વરસાદ બાદ હરિયાણામાં કાતિલ ઠંડીનો પ્રારંભ થયો છે. ભિવાનીમાં રાત્રે તાપમાનનો પારો દેશના મેદાનીય વિસ્તારોમાં લઘુતમ તાપમાન 6.7 ડીગ્રી નોંધાયું હતું. દિવસનું તાપમાન સામાન્ય કરતાં 8 ડીગ્રી ઘટ્યું હતું. કરનાલ અને કુરુક્ષેત્રમાં તાપમાન 14 ડીગ્રી નોંધાયું હતું.

પાનીપતમાં જીટી રોડ પર વિઝિબિલિટી ઘટીને 60 મીટર રહી હતી.
પાનીપતમાં જીટી રોડ પર વિઝિબિલિટી ઘટીને 60 મીટર રહી હતી.

 

ગુજરાત: 87 વર્ષનો રેકોર્ડ ડિસેમ્બરમાં તૂટ્યો, ડિસેમ્બરમાં 45..4 મિમી વરસાદ

સુરતના ઇતિહાસમાં પહેલીવાર ડિસેમ્બરમાં 45.4 મિમી વરસાદ નોંધાયો છે. આનાથી 1933માં 42.4 મિમી વરસાદનો રેકોર્ડ તૂટી ગયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે શહેરનું લઘુતમ તાપમાન 20.4 ડીગ્રી અને મહત્તમ 26.6 ડીગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગાહી છે કે સોમવારથી વાદળછાયું વાતાવરણ દૂર થઈ શકે છે, જેને કારણે તાપમાન 30 ડીગ્રીથી ઉપર જાય તેવી સંભાવના છે.

સુરતમાં વધતી ઠંડીને કારણે ગરમ વસ્ત્રોની ખરીદીમાં વધારો થયો છે.
સુરતમાં વધતી ઠંડીને કારણે ગરમ વસ્ત્રોની ખરીદીમાં વધારો થયો છે.

 

બિહાર: ધુમ્મસને કારણે ફ્લાઇટ મોડી પડી રહી, 8 ટ્રેન પણ રદ

પટનામાં ગાઢ ધુમ્મસને કારણે છેલ્લા 10 દિવસથી દરરોજ 15થી 20 ફ્લાઇટ મોડી પડી રહી છે. રવિવારે પણ 14 ફ્લાઇટ મોડી પડી હતી. આમાં એક ફ્લાઇટ 2 કલાક 15 મિનિટ અને બાકીની લગભગ એક કલાક મોડી પટના પહોંચી હતી. ધુમ્મસને લીધે 16 ડિસેમ્બરથી 2 ફેબ્રુઆરી સુધી 8 સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે.

દિલ્હી: ધુમ્મસને લઈને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ગાઢ ધુમ્મસની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે 15 ડિસેમ્બરે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ રહેશે. દિલ્હીમાં પડેલા વરસાદને કારણે ઠંડી પણ વધી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાને કારણે તાપમાનમાં વધુ ઘટાડો થશે.

સોમવારે સવારે 9 વાગ્યાનો ફોટો દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનો છે.
સોમવારે સવારે 9 વાગ્યાનો ફોટો દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments