સિદ્ઘિ : કોહલીની ‘વિરાટ’ સેન્ચુરી, તેંડુલકર-સહેવાગને પાછળ છોડ્યા

0
31

વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગનો ભારતીય રેકોર્ડ તોડી દીધો છે, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ડબલ સેન્ચુરી કરનારા ભારતીય બેટ્સમેન બની ગયો છે. શુક્રવારે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ પૂનેમાં રમાઇ રહેલી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટે પોતાના ટેસ્ટ કરિયરની 7મી ડબલ સેન્ચુરી ફટકારી. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 7000 રન પણ કર્યા.

  • વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી 7મી ડબલ સેન્ચુરી
  • સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગના કરી હતી 6-6 ડબલ સેન્ચુરી
  • આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 7000 ટેસ્ટ રન પણ પૂરા કર્યા
  • વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 9મી વખત 150+ સ્કોર કર્યો

તેંડુલકર- સહેવાગથી આગળ :

વિરાટ કોહલીએ 81મી ટેસ્ટ મેચમાં 138 ઇનિંગમાં આ સિદ્ઘિ મેળવી છે. આ પહેલા સચિન તેંડુલકર 200 ટેસ્ટ મેચની 329 ઇનિંગ અને વિરેન્દ્ર સહેવાગે 104 ટેસ્ટમાં 180મી ઇનિંગ્સમાં 6-6 ડબલ સેન્ચુરી કરી હતી.

બ્રેડમેન સૌથી આગળ :

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ડબલ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ડૉન બ્રેડમેનના નામે છે. બ્રેડમેને 52 ટેસ્ટ મેચમાં 12 ડબલ સેન્ચુરી ફટકારી છે. શ્રીલંકાના કુમાર સાંગાકારાએ 11 અને બ્રાયન લારાએ 9 ડબલ સેન્ચુરી કરી છે. ઇંગ્લેન્ડના દિગ્ગજ વૉલ હેમંડે 85 ટેસ્ટ મેચમાં 7 અને જયવર્ધને 149 ટેસ્ટમાં 7 ડબલ સેન્ચુરી કરી છે.

રન કોની સામે ગ્રાઉન્ડ સિઝન
243 શ્રીલંકા નવી દિલ્હી 2017/18
235 ઇંગ્લેન્ડ મુંબઇ (વાનખેડે સ્ટેડિયમ) 2016/17
213 શ્રીલંકા નાગપુર 2017/18
211 ન્યૂઝીલેન્ડ ઇંદૌર 2016/17
204 બાંગ્લાદેશ હૈદરાબાદ 2016/17
200 વેસ્ટ ઇન્ડિઝ નોર્થ સાઉન્ડ 2016
200* સાઉથ આફ્રિકા પૂને 2019/20

7000 રન પણ કર્યા:

વિરાટ કોહલીએ આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 7000 રન પણ કર્યા. 138 ઇનિંગ્સમાં આ સિદ્ઘિ મેળવી. તેણે સૌથી ઓછી મેચમાં આ રન કરનારો ત્રીજો ભારતીય છે. ટીમ ઇન્ડિયાની તરફથી વિરેન્દ્ર સહેવાગ 134, સચિન તેંડુલકરે 136 ઇનિંગ્સમાં આ સિદ્ઘિ મેળવી.

સૌથી ઝડપથી 1000 ટેસ્ટ રન:

વિરાટ કોહલીએ સૌથી ઓછી ઇનિંગમાં સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 1000 ટેસ્ટ રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ 19મી ઇનિંગમાં આ સિદ્ઘિ મેળવી છે. આ પહેલા વિરેન્દ્ર સહેવાગના રેકોર્ડને તોડ્યો જેમાં 20 ઇનિંગ્સમમાં તેમણે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 1000 રન કર્યા હતા. સચિન તેંડુલકરે 29 અને રાહુલ દ્રવિડે 30 ઇનિંગ્સમાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here