કોડીનારમાં છેલ્લા થોડા દિવસથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે પૂર્વ સાંસદની ઓફીસ પાસે દબાણ દૂર કરવાની કામગીરી થતી હતી. ઓફીસ પાસે ઓટલા ખસેડવા સ્વૈચ્છિક રીતે કામ ચાલી રહ્યું હતું. ત્યારે ટોળા સામસામે આવી ગયા હતા અને મામલો તંગ બન્યો હતો. આ દરમ્યાન કાંકરીચાળો થયો હતો અને તેમાં ચેમ્બર પ્રમુખ અને તેના પુત્રને ઇજા થતાં શહેર થોડીવાર માટે બંધ રહ્યું હતું. બાદમાં બજાર ખુલી ગઈ હતી. આ મામલે મામલતદારે આઠ વ્યક્તિ સહિતના 200 લોકોના ટોળા સામે ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે પૂર્વ સાંસદના ટેકેદારો સામે હુમલો કર્યાની લેખિત અરજી આપી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ બે દિવસ પહેલા ગીર સોમનાથ કલેકટરે કોડીનારની મુલાકાત લીધી હતી અને કોડીનાર નગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પરના ઓટલા અને છજાના દબાણ દૂર કરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને કોડીનાર ન.પા. દ્વારા ટ્રાફીકને અડચણરૂપ લારી ગલ્લા દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમ્યાન વડગામના ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ નાના વેપારીઓને ટાર્ગેટ બનાવવાના બદલે પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકીની ઓફીસ સામેના ઓટલાનું દબાણ દૂર કરવા કલેકટરને રજુઆત કરી હતી.
કોડીનારમાં છેલ્લા થોડા દિવસથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે પૂર્વ સાંસદની ઓફીસ પાસે દબાણ દૂર કરવાની કામગીરી થતી હતી. ઓફીસ પાસે ઓટલા ખસેડવા સ્વૈચ્છિક રીતે કામ ચાલી રહ્યું હતું. ત્યારે ટોળા સામસામે આવી ગયા હતા અને મામલો તંગ બન્યો હતો. આ દરમ્યાન કાંકરીચાળો થયો હતો અને તેમાં ચેમ્બર પ્રમુખ અને તેના પુત્રને ઇજા થતાં શહેર થોડીવાર માટે બંધ રહ્યું હતું. બાદમાં બજાર ખુલી ગઈ હતી. આ મામલે મામલતદારે આઠ વ્યક્તિ સહિતના 200 લોકોના ટોળા સામે ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે પૂર્વ સાંસદના ટેકેદારો સામે હુમલો કર્યાની લેખિત અરજી આપી હતી.આ અંગેની વધુ વિગત મુજબ બે દિવસ પહેલા ગીર સોમનાથ કલેકટરે કોડીનારની મુલાકાત લીધી હતી અને કોડીનાર નગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પરના ઓટલા અને છજાના દબાણ દૂર કરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને કોડીનાર ન.પા. દ્વારા ટ્રાફીકને અડચણરૂપ લારી ગલ્લા દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમ્યાન વડગામના ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ નાના વેપારીઓને ટાર્ગેટ બનાવવાના બદલે પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકીની ઓફીસ સામેના ઓટલાનું દબાણ દૂર કરવા કલેકટરને રજુઆત કરી હતી.