સરહદ વિવાદ : લદાખમુદ્દે ભારત-ચીન વચ્ચે તણાવગ્રસ્ત સ્થિતિ યથાવત્, ભારત-ચીન વચ્ચે છઠ્ઠી બેઠક, MEAના અધિકારી જોડાયા

0
0

પૂર્વ લદાખમાં ચાર મહિનાથી યથાવત્ તણાવગ્રસ્ત સ્થિતિને લઈને ભારત-ચીનના કોર કમાન્ડરોએ છઠ્ઠી વાર બેઠક યોજી હતી. એમાં ભારતના 14મી કોર કમાન્ડરના લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ, લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનન પણ સામેલ હતા. ખાસ વાત એ છે કે આ બેઠકમાં પહેલીવાર વિદેશમંત્રાલયના ઈસ્ટ એશિયા મામલાના સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવ સામેલ થયા હતા.

બીજી તરફ, ચીન તરફથી દક્ષિણ જિનજિયાંગ સૈન્ય ક્ષેત્રના કમાન્ડર મેજર જનરલ લિયુ લિને ભારતીય સૈન્ય અધિકારીઓ સાથે વાત કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ બેઠક એલએસી નજીક ચીન સરહદના મોલ્ડો ક્ષેત્રમાં યોજાઈ હતી. આ બેઠકમાં એ પાંચ પોઈન્ટ પર અમલ કરવાની વાત થઈ હતી, જેમાં ભારત-ચીનના વિદેશમંત્રીઓએ રશિયાના મોસ્કોમાં આયોજિત બેઠકમાં સંમતિ આપી હતી. નોંધનીય છે કે મેનન આ‌વતા મહિને લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહનું સ્થાન લેશે.

લદાખના લોકો ભારતીય સેનાને ભોજન પહોંચાડી રહ્યા છે

લદાખનાં અંતરિયાળ ગામોના લોકો લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર તહેનાત ભારતીય જવાનોને ભોજન પહોંચાડવામાં પૂરતી મદદ કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી અહીં રહેતા નામગ્યાલ ફૂંસુંગ એલએસીની આસપાસનાં ગામોના જવાનો માટે ભોજન સામગ્રી ભેગી પણ કરી રહ્યા છે, જેમાં મોટા ભાગે સૂકા નાસ્તા, જરદાળુ જેવાં ડ્રાય ફ્રૂટ્સ અને અન્ય પરંપરાગત ચીજો સામેલ છે. ફૂસુંગ કહે છે કે હું જુદાં જુદાં ગામમાંથી ખાદ્યસામગ્રી ભેગી કરી રહ્યો છું. લોકો મને કહે છે કે અમે હજુ ખેતરોમાં કાપણી કરી રહ્યા છીએ, પરંતુ તેમણે કેટલાંક અઠવાડિયાં સુધી સૈનિકોને આ રીતે ભોજન પહોંચાડવાનું કહ્યું છે. ભોજન સામગ્રીને અમે વાન જેવી કારમાં મૂકીને લઈ જઈએ છીએ.

ચીન જાસૂસી કેસ: પત્રકાર રાજીવ સહિત ત્રણેય આરોપીને સાત દિવસના રિમાન્ડ

ચીન માટે જાસૂસીના આરોપમાં પત્રકાર રાજીવ શર્મા સહિત ત્રણ લોકોને કોર્ટે સાત દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. પાછલા રિમાન્ડનો સમય પૂરો થતાં પોલીસે ત્રણેય આરોપીને સોમવારે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પવનસિંહ રાજાવતની કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યાં તેમના રિમાન્ડ વધારવાનો ન્યાયાધીશે આદેશ કર્યો હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 14 સપ્ટેમ્બરે 61 વર્ષીય ફ્રીલાન્સ પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here