Thursday, August 5, 2021
Homeધારી બેઠક પર કોંગ્રેસમાં ખેંચતાણ, સુરેશ કોટડીયા અને જેની ઠુંમરના નામની ચર્ચા...
Array

ધારી બેઠક પર કોંગ્રેસમાં ખેંચતાણ, સુરેશ કોટડીયા અને જેની ઠુંમરના નામની ચર્ચા વચ્ચે કિર્તી બોરીસાગરે ફોર્મ ઉપાડ્યું

ધારી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં હિલચાલ વધી રહી છે. આ બેઠક પર કોંગ્રેસમાં ખેંચતાણનો ઘાટ સર્જાયો છે. આ બેઠક પક સુરેશ કોટડીયા અને જેની ઠુંમરના નામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે અચાનક જ કિર્તી બોરીસાગરે ફોર્મ ઉપાડતા રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કિર્તી બોરીસાગર વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નજીકના હોવાની ચર્ચા
કિર્તી બોરીસાગર વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નજીકના હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે, પરેશ ધાનાણી સાથે પ્રવાસમાં કિર્તી બોરીસાગર સાથે જોવા મળતા હતા. આ બેઠક પર કોંગ્રેસના સમીકરણો બદલાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલ સુરેશ કોટડીયા, કિર્તી બોરીસાગર અને જેની ઠુંમરના નામો પેનલમાં છે. સુરેશ કોટડીયા અને કિર્તી બોરીસાગર સ્થાનિક દાવેદાર છે.

જેની ઠુંમર બાબરાના મોટા દેવળીયા જિલ્લા પંચાયત સીટના સભ્ય
ધારી બેઠક પર સૌથી વધારે ઉમેદવારની દાવેદારી નોંધાવતું નામ હોય તો તે છે જેની ઠુંમર. જેની ઠુંમર બાબરાના મોટા દેવળીયા જિલ્લા પંચાયત સીટના સભ્ય છે. ધારી બેઠક પર જેની ઠુંમરનું નામ સૌથી આગળ છે. કોંગ્રેસમાંથી કિર્તી બોરીસાગર દ્વારા ફોર્મ ઉપાડવામાં આવતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. ધારી વિધાન સભાના પીઢ આગેવાન તરીકે કિર્તી બોરીસાગરનું નામ આવે છે.

ધારીમાં જે.વી. કાકડીયાનો વિજય થશેઃ ભાજપના પ્રભારી ધનસુખ ભંડેરી
આજે ધારી બેઠક પર ભાજપમાંથી ઉમેદવાર તરીકે જે.વી. કાકાડીયાનું નામ જાહેર થયું છે. ત્યારે ધારી બેઠકના ભાજપના પ્રભારી ધનસુખ ભંડેરીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બેઠકમાં 144 ગામડાઓ આવેલા છે. મતદાન થશે ત્યારે જે.વી. કાકડીયાનો વિજય થશે. કેન્દ્ર સરકારની ખેડૂતોની યોજનાને ખેડૂતોએ આવકાર્ય છે. માત્ર કોંગ્રેસ વિરોધ કરે છે. સમગ્ર અમરેલી જિલ્લાના ભાજપના આગેવાનો એક્ટિવ છે. જે.વી. કાકડીયા ભાજપમાં આવ્યા અને સંગઠન વધુ મજબૂત બનશે અને વિજય બનશે.

સ્થાનિકની ચૂંટણી પહેલાં પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામમાં ગઈકાલે ભાજપની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના આગેવાનોએ કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મીઠા લાખણોત્રા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળવંત લાડુમોર સહિતના કોંગી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. તમામ કોંગી આગેવાનોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments