Saturday, April 20, 2024
Homeકોરોના ડર : આખરે 100થી વધુ દિવસ પછી પોલીસ એક્શનમાં, શાહીનબાગ કરાવ્યું...
Array

કોરોના ડર : આખરે 100થી વધુ દિવસ પછી પોલીસ એક્શનમાં, શાહીનબાગ કરાવ્યું ખાલી, રસ્તાઓ પરથી હટાવવામાં આવ્યા ટેન્ટ

- Advertisement -

નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા 100 દિવસથી ચાલી રહેલા નાગરિકતા સંશોધન કાનૂન(CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(NCR)ની વિરુદ્ધના ધરણાને હટાવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. દેખાવકારોને હટાવવા માટે મંગળવાર સવારથી દિલ્હી પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓની ફોજ દેખાવના સ્થળે પહોંચી ગઈ છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ દેખાવના સ્થળને ખાલી કરે.

શાહીનબાગમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની વચ્ચે દેખાવકારોના ટેન્ટ હટાવવામાં આવી રહ્યાં છે. ઘટના સ્થળે દિલ્હીના પોલીસ જવાનોની સાથે પેરામિલેટ્રીના જવાનો પણ હાજર છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે કોરોનાને ધ્યાનમાં રાખીને એકા-એક દેખાવકારોને જગ્યા ખાલી કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે સોમવારે રાતથી જ આ અંગેની હલચલ શરૂ થઈ ગઈ હતી.

કોરોનાના કારણે થઈ રહી છે કાર્યવાહી
દિલ્હી પોલીસનું કહેવું છે કે કોરોના વાઈરસના કારણે ઘણાં શહેરો લોકડાઉન કરવામાં આવ્યા છે. અમે શાહીન બાગના લોકોને અપીલ કરી છે કે તેઓ પ્રદર્શનથી હી જાય. કોરોના વાઈકસનું જોખમ ત્યાં પણ છે. અમે લોકોને શાંતિપૂર્ણ રીતે ત્યાંથી હટવાનું કહી રહ્યા છીએ. કોઈએ અત્યારે કોઈ જોખમ ન લેવું જોઈએ. કારણ કે આ ઈન્ફેક્શનથી ફેલાતી બીમારી છે. લોકો ન માન્યા પછી પોલીસે કાર્યવાહી કરવી પડી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular