આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત : 6 લોકોના મોત, 20 ઘાયલ

0
5

બસ દિલ્હીથી બિહારના દરભંગા જઈ રહી હતી તે સમયે સવારે આ ભીષણ અકસ્માત સર્જાયો

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર સૌરીખ નજીક રવિવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. કારને ટક્કર મારતા ખાનગી બસ એક્સપ્રેસ વે નીચે વીસ ફૂટ નીચે ખાબકી હતી. જેમાં બસના ચાલક સહિત છ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે સીઓ સહિતનો પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ દિલ્હીથી બિહારના દરભંગા જઈ રહી હતી તે સમયે સવારે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસ બાજુના ખાડામાં ગબડી પડતાં તેમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. સ્થાનિક લોકો, પોલીસ અને પ્રશાસને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.

મળતી વિગત મુજબ, ઓવર સ્પીડના કારણ બસ અનિયંત્રિત થઈને કારને ટક્કર મારીને ખાડામાં ખાબકી હતી. દુર્ઘટનામાં અનેક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાથોસાથ મોતનો આંકડો પણ વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here