સુરત : ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ, ડોક્ટરો-દર્દીઓમાં નાસભાગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે.

0
9

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

હોસ્પિટલમાં રહેલા દર્દીઓને રેસ્કયુ કરવામાં આવ્યા.
(હોસ્પિટલમાં રહેલા દર્દીઓને રેસ્કયુ કરવામાં આવ્યા.)

 

દર્દી અને તેમના સગાઓની રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગના પગલે દર્દીઓને અને તેમના સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરના કાફલાએ ઘટના સ્થળે પહોંચી પહેલા દર્દી અને તેમના સગાઓની રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ઘટના સ્થળે હાલ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ છે.

હોસ્પિટલમાં આગના પગલે ભાગદોડ મચી ગઈ.
(હોસ્પિટલમાં આગના પગલે ભાગદોડ મચી ગઈ.)

 

TRB જવાન, રાહદારીઓ મદદે આવ્યા

ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતા નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા. આગની જાણ થતા ફાયર કાફલો પણ પહોંચી ગયો હતો. પ્રથમ ફાયર વિભાગે દર્દીઓનું રેસ્કયુ હાથ ધર્યું હતું. જેમાં ટીઆરબી જવાન, રાહદારીઓ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની મદદથી ફાયરના જવાનોએ દર્દીઓને બહાર કાઢ્યા હતા.

હોસ્પિટલમાં આગના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા.
(હોસ્પિટલમાં આગના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા.)

 

આસપાસથી લોકો દોડી આવ્યા

ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગના પગલે આસપાસથી લોકો મદદે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના કાફલાને લોકોએ મદદ કરી હતી. હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલ ખસેડવામાં લોકોએ મદદ કરી હતી.

વ્હિલચેર સાથે જ દર્દીને ઉંચકીને બહાર લાવ્યા બાદ અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
(વ્હિલચેર સાથે જ દર્દીને ઉંચકીને બહાર લાવ્યા બાદ અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here