અમદાવાદ : ઇડલી ચાર રસ્તા પર અસામાજિક તત્વોનો આતંક, બે મહિલા સહિત પાંચ લોકો ઉપર ઘાતક હુમલો કર્યો

0
57

અમદાવાદ. શહેરના ખોખરા રેલવે સ્ટેશન માર્ગ પરના ઇડલી ચાર રસ્તા પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. નિશા ઈડલી સેન્ટર પર દશ-પંદર જેટલા અસામાજિક તત્વોએ ઘુસી જઈને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યાની ઘટના બની છે. બે મહિલા સહિત પાંચ લોકો ઉપર ઘાતક હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે આવી પાંચેય લોકોને સારવાર માટે મણિનગરની એલ.જી હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યાં ત્રણની હાલત ગંભીર છે. મોડી રાતે થયેલ હુમલો  CCTVમાં કેદ થયો છે. હુમલાખોર અસામાજિક તત્વો હાટકેશ્વરના ભાઈપુરાના હોવાનું અને છૂટાછેડા થયેલી યુવતીની બાબતે સામે પક્ષમાં યુવકના સાગરિતોએ હુમલો કર્યો હોવાનું પરિવારે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here