મહેસાણા આરડીએક્સ કેસ : આતંકવાદી અબ્દુલ મજીદ મહંમદ અહેમદ કુટ્ટીને 14 દિવસના રિમાન્ડ.

0
7

મહેસાણા આરડીએક્સ કેસમાં ઝડપાયેલા અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાગરીત આતંકવાદી અબ્દુલ મજીદ મહંમદ અહેમદ કુટ્ટીને શુક્રવારે મહેસાણા ચીફ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જેની તપાસ વિસનગર ડીવાયએસપીને સોંપાઇ છે.

પ્રતિકારત્મક તસ્વીર

સને 1997માં અમદાવાદ અને મુંબઇમાં પ્રજાસત્તાક દિને બ્લાસ્ટ કરવા લવાતા રૂ. અઢી કરોડના હથિયારો અને 4 કિલો આરડીએક્સ મહેસાણા હાઇવે પર દૂધસાગર ડેરી પાસેથી એટીએસે પકડી પાડ્યું હતું. આ ગુનામાં 24 વર્ષથી ફરાર આતંકવાદી અબ્દુલ મજીદ મહંમદ અહેમદ કુટ્ટી ઉર્ફે મોહંમદ કમાલને ઝારખંડથી ઝડપી લેવાયો હતો.

કોર્ટે આ મુદ્દા ધ્યાનમાં લીધા

1. કુટ્ટીએ પાકિસ્તાનથી અજમેર સુધી તમામ સામાન લાવવાની વ્યવસ્થા કરી હતી. માટે તેની સાથે કોણ સંડોવાયેલા છે.
2. કુટ્ટી પાકિસ્તાનથી બાડમેર સરહદ કેવી રીતે આવ્યો, સાથે અન્ય કોણ હતું.
3. પાકિસ્તાન કે વિદેશથી કોઇ નાણાકીય મદદ મળી હતી કે કેમ?
4. દેશવિરોધી કાવતરું કઇ જગ્યાએ ઘડાયું હતું, આરડીએકસ અને હથિયારો કઇ જગ્યાએ લઇ જવાના હતા અને તેનાથી કઇ જગ્યાએ શું તબાહી મચાવવાની હતી.
5. આતંકવાદી કુટ્ટી ડુપ્લીકેટ પાસપોર્ટથી વિદેશ ભાગી ગયો, ત્યાં રહેવાની વ્યવસ્થા કોણે કરી હતી. આટલા વર્ષોથી તે ક્યાં સંતાયો અને તેની પાછળ કોનું પીઠબળ હતું તે વિગતો જાણવાની બાકી છે.
6. બનાવ બન્યો ત્યારે આરોપી અજમેરથી પાકિસ્તાન પહોંચ્યો તે સમયમાં કોના સંપર્કમાં હતો.