કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાનું ષડયંત્ર નાકામ : શક્તિશાળી બોંબ મળ્યો

0
25

જમ્મૂ,તા. 30
જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભયાનક ત્રાસવાદી હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવાયું હતું. વાસ્તવિક અંકુશ રેકાની નજીકથી જ શક્તિશાળી બોંબ મળી આવ્યો હતો. સમયસર તેમની બાતમી મળી જતા ડીફ્યુઝ કરી દેવાયો હતો.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે કેરી ક્ષેત્રમાંબોંબ મુકવામાં આવ્યો હતો. બાતમી મળતાં જ સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને બોંબ ડીફ્યુઝ કરાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે રાજૌરી ક્ષેત્રમાં પાકિસ્તાની સૈન્યએ યુધ્ધ વિરામનો ભંગ કર્યો હતો પણ ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો.

કાશ્મીરના પોલીસવડાએ ખીણમાંથી ત્રાસવાદીઓને વીણી-વીણીને બહારકાઢવાની સૂચના આપી છે. આ માટે શંકાસ્પદ વિસ્તારોની ઘેરાબંધી કરીને તલાશી અભિયાન હાથ ધરવા સૂચવ્યું છે. રાજ્યમાં શાંતિ રહે તે સુનિશ્ર્ચિત કરવા માટે ત્રાસવાદ વિરોધી અભિયાન જારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here