કાશ્મીરમાં આતંકી હુમલો : જિલ્લા પરિષદની ચૂંટણીના બે દિવસ પહેલાં શ્રીનગરમાં સુરક્ષા દળો પર હુમલો : 2 જવાન શહીદ.

0
9

HMT વિસ્તારમાં આજે ગુરુવારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર આતંકી હુમલો કર્યો. આ હુમલામાં બે જવાન શહીદ થઈ ગયા. આ હુમલો મુંબઈ હુમલાની 12મી વરસી પર કરવામાં આવ્યો. જમ્મુ કાશ્મીરમાં 2 દિવસ બાદ એટલે કે 28 નવેમ્બરથી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પણ યોજાવવાની છે.

આતંકવાદીઓએ શરીફાબાદમાં શ્રીનગર-બારામૂલા હાઈવે પર પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આતંકીઓએ સતત પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું જેમાં બે જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. જે બાદ તેઓએ જીવ ગુમાવ્યો હતો.

કાશ્મીર પોલીસના IGએ જણાવ્યું કે, ત્રણ આતંકીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હુમલા પછી આતંકીઓ કાર લઈને ભાગી ગયા હતા. વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી સક્રિય છે. હુમલાની પાછળ કયા ગ્રુપનો હાથ છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.

પુંછમાં પાકિસ્તાને કર્યુ ફાયરિંગ

તો, પાકિસ્તાને ફરી એક વખત લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર સીઝફાયર વાયોલેશન કર્યું. પુંછ વિસ્તારમાં LoC પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. ભારતીય સેના પણ તેનો જવાબ આપી રહી છે. 4 દિવસ પહેલાં પણ પુંછના દેગવાર, માલ્ટી અને દલ્લાન વિસ્તારમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું.

ઘુસણખોરીના બે પ્રયાસ થયા, 7 આતંકવાદી ઠાર

આજે થયેલા હુમલાથી 7 દિવસ પહેલાં નગરોટમાં સેના અને સુરક્ષાદળોએ જૈશના 4 આતંકીઓને ઠાર કર્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું હતું કે આ આતંકવાદી ચૂંટણી પહેલાં મોટા એટેક કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા. પાકિસ્તાનમાં બેઠેલા મસૂદ અઝહરના ભાઈ રઉફ લાલા તેને હેન્ડલર હતો.

આ પહેલાં પણ 8 નવેમ્બરે કુપવાડામાં પાકિસ્તાની આતંકીઓએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સેના અને બોર્ડર સિક્યોરિટી ફોર્સે જોઈન્ટ ઓપરેશનમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. અથડામણમાં સેનાના કેપ્ટન સહિત 3 જવાન પણ શહીદ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here