પાકિસ્તાનમાં આતંકી હુમલો : કરાચી સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો, 9 લોકોના મોત- 4 આતંકીઓ ઠાર, એક પોલીસ અધિકારી સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યો; એન્કાઉન્ટર ચાલુ

0
3

કરાચી. કરાચી સ્થિત પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો થયો છે. જિયો ન્યુઝના રિપોર્ટ મુજબ, સોમવારે પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જની ઈમારતમાં ચાર આતંકીઓ ઘુસયા છે અને આડેધડ ફાયરિંગ કરી રહ્યાં છે. હાલ ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આતંકીઓના ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે.

એક્સચેન્જ ખુલતા જ હુમલો

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ કરાચી સ્ટોક એક્સચેન્જ સવારે 10.30 વાગ્યે ખુલે છે. રોજની જેમ તે આજે સોમવારે પણ આ જ સમયે ખુલ્યું. આ દરમિયાન સામાન્ય માણસો અને કર્મચારીઓની સાથે હથિયારધારી આતંકીઓ અહીં ઘુસી ગયા હતા. તેમનો ઈરોદો સમજતા જ લોકો ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી. થોડ જ વારમાં બિલ્ડિંગને ઘેરી લેવામાં આવ્યું. જિયો ન્યુઝના જણાવ્યા મુજબ, સ્ટોક એક્સચેન્જના બે કર્મચારીઓ અને અન્ય ત્રણ કર્મચારીઓના મોત થયા છે. આતંકીઓએ પહેલા પાર્કિંગ ઝોનમાં જવાની કોશિશ કરી રહ્યાં હતા.