જમ્મુ-કાશ્મીરના પંપોરમાં આંતકી હુમલો, 2 જવાન શહીદ, 5 ઘાયલ

0
18

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેના પર આંતકીઓ હુમલો કર્યો હતો. જેમાં બે જવાનો શહીદ થયા છે. જ્યારે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. પંપોરના કંધીજલ બ્રિજ પર સીઆરપીએફની 110 બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસની રોડ ઓપનિંગ ડ્યુટી પર તૈનાત હતી, ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરીંગ શરૂ કરી દીધી હતી. હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચઓપરેશન હાથ ધર્યું છે.

છેલ્લા ઘણા સમયથી સેના દ્રારા આતંકીઓનો ખાતમો લાવવા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સેનાએ એક પછી એક આતંકીઓને મોતને ઘાટ ઉતારી રહી છે. તો તરફ સેનાના એક્શન પર આતંકીઓમાં ખોફ ફેલાયો છે, જેના કારણે જવાનોને નિશાન બનાવી રહ્યા છે.

આતંકીઓએ પમ્પોર બાઈપસા પાસે આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ ટુકડી પર હુમલો કર્યો છે, હુમલામાં બે જવાનો શહીદ થયા હતા, જ્યારે પાંચ ઘાયલ થયા હતા. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ગઇકાલે જમ્મુ કાશ્મીનરા પૂંછ જિલ્લામાં સેના અને પોલીસની યંયુક્ત ટીમે હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે જિલ્લાના સૂરનમાં તપાસ અભિયાસ ચલાવ્યું, જેમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. મળી આવેલ હથિયારોમાં મોટી સંખ્યામાં દારૂગોળો સહિત એકે 47 રાઇફલ, ત્રણ મેક્ઝીન અને એક પિસ્ટલ સામેલ હતા. સુરક્ષાદળોને આતંકી ઠેકાણા વિશે એક વિશેષ જાણકારી મળી હતી જેના આધારે વિસ્તારના તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here