શ્રીનગરમાં હરિ સિંહના હાઇટ સ્ટ્રીટ પાસે આતંકવાદી હુમલો, 7 લોકો ઇજાગ્રસ્ત

0
13

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ચુસ્ત સુરક્ષા હોવા છતાં, આતંકીઓએ હરિ સિંહ હાઇટ સ્ટ્રીટ પાસે ગ્રેનેડ ફેંકી દીધું હતું. આ હુમલામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ગ્રેનેડ હુમલો ત્યારે થયો છે જ્યારે ખીણમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક છે અને બધે સૈનિકોની સઘન તહેનાત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં સારવાર ચાલુ છે.

  • શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો
  • 5 લોકો ગંભીર રીતે થયાં ઘાયલ

આ ઘટના બાદ તુરંત જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો સ્થળ ઉપર ગોઠવી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સુરક્ષા દળોની એક ટીમ ઘટના સ્થળે હાજર છે. સુરક્ષા દળો ગ્રેનેડ હુમલો અંગે તપાસ કરી રહ્યા છે. ઘટનાની વિગતવાર વિગતોની રાહ જોવાઇ રહી છે.

સામાન્ય સંજોગ પર સંદેહ !

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા છતાં પથ્થરમારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. 5 ઓગસ્ટથી જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારાની 300 થી વધુ ઘટનાઓ નોંધાઈ છે. જોકે, સુરક્ષા દળો દ્વારા ખીણની પરિસ્થિતિ સામાન્ય હોવાની વાત કરી રહ્યા છે.

ઘાટીમાં આતંકવાદીઓ સક્રિય છે

આ પહેલા જમ્મુ-કાશ્મીરના અવંતિપુરમાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ લશ્કર-એ-તૈયબાના અબુ મુસ્લિમ તરીકે થઈ હતી. આ સિવાય ખીણમાં આતંકવાદી પક્ષોના સક્રિયકરણ અંગે તાજેતરમાં માહિતી મળી હતી. આ કારણોસર, ખીણમાં સુરક્ષાદળોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આતંકી અવંતિપુરનો રહેવાસી

આતંકી અવંતિપુરના રહેવાસી હતો. તે 4 જુલાઈ 2018 ના રોજ આતંકવાદી સંગઠન સાથે સંકળાયો હતો. ગુપ્ત માહિતી અનુસાર, અબુ મુસ્લિમ મલાનપોરામાં અવંતિપોરા પોલીસ સ્ટેશન અને હવાઇ મથક નજીક આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here