કાશ્મીરમાં આતંકી હુમલો : ભાજપના નેતા પર આતંકી હુમલો, તેમને બચાવવામાં કોન્સ્ટેબલ અલ્તાફ હુસૈન શહીદ: જમ્મુ-કાશ્મીરના ડીજીપીએ કહ્યું……….

0
11

જમ્મુ-કાશ્મીર પોલીસના એક કોન્સ્ટેબલ અલ્તાફ હુસૈને પોતાનો જીવ આપીને ભાજપના નેતાનો જીવ બચાવ્યો છે. મંગળવારે સાંજે ભાજપના નેતા ગુલામ કાદિર પર તેમના ગામ નૂનર ગાંદરબલમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. એ સમયે તેઓ પોતાના બોડીગાર્ડની સાથે કંગન શહેર જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેમના પીએસઓ અલ્તાફ હુસૈને તેમનો જીવ બચાવવા આતંકીઓ પર જવાબી કાર્યવાહી કરતાં ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન કોન્સ્ટેબલને પણ ગોળી વાગી હતી, પરંતુ તેઓ અડગ રહ્યા અને આતંકીને ઠાર કર્યો હતો. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. તો બીજી બાજુ, આતંકીની ઓળખ પુલવામાના શબીર તરીકે થઈ છે.

2011માં પોલીસ વિભાગમાં સામેલ થયા

શહીદ પીએસઓ અલ્તાફ હુસૈન ઈદગાહ શ્રીનગરના રહેવાસી હતા. તેઓ 2011માં પોલીસ વિભાગમાં સામેલ થયા હતા. છેલ્લા ત્રણ માસથી તેઓ ભાજપના નેતાની સુરક્ષામાં તહેનાત હતા. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક વર્ષનો પુત્ર છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું હતું કે બહાદુર સિપાહી શહીદ મોહમ્મદ અલ્તાફ હુસૈનને સલામ. વિભાગને આવા જ વીર જવાનો પર ગર્વ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here