Friday, September 17, 2021
Homeનોર્થ ઈસ્ટમાં બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, બે જવાનો શહીદ
Array

નોર્થ ઈસ્ટમાં બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, બે જવાનો શહીદ

નોર્થ ઈસ્ટમાં આતંકી સંગઠનો ફરી માથુ ઉંચકી રહ્યા છે. ત્રિપુરા રાજ્યના સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફની ટુકડી પર આતંકી સંગઠન નેશનલ લિબરેશન ફ્રંટ ઓફ ત્રિપુરાના આતંકીઓએ હુમલો કર્યો હતો.

આ હુમલો સવારે સાડા છ વાગ્યાની આસપાસ થયો હતો. બીએસએફની ટુકડી પેટ્રોલિંગ કરી રહી ત્યારે ઉગ્રવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યુ હતુ. જેના જવાબમાં બીએસએફના જવાનોએ પણ વળતુ ફાયરિંગ કર્યુ હતુ. જોકે બે જવાન ઘાયલ થયા હતા. આમ છતા વળતા ફાયરિંગની હિંમત બતાવી હતી.

એ પછી આતંકીઓ નાસી છુટયા હતા. સૂત્રોનુ કહેવુ છે કે, આતંકવાદીઓમાંથી પણ કેટલાક ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. કારણકે આતંકીઓ જ્યાં છુપાયા હતા ત્યાં લોહીના ડાઘા જોવા મળ્યા છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયુ છે. આ વિસ્તાર બાંગ્લાદેશ બોર્ડર સાથે જોડાયેલો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments