26-11-2008 : મુંબઇ પર આતંકી હુમલો : શહિદો ની યાદ, તુમ્હે ના ભૂલ પાયેંગે….!!

0
15

“વો..વો દેખો…હેલિકોપ્ટર સે હમારે જવાન ઉતર રહૈ હૈ… “
“અરે, બાપ રે…પૂરી તાજ હોટેલ કો ઉડા દિયા….”.
“પુલિસ ને એક આતંકી કો જિંદા પકડા….”

12 વર્ષ પહેલા આજની તારીખ 26 નવેમ્બર, 2008માં મુંબઇ પર આતંકી હુમલો થયો ત્યારે સળંગ 4 દિવસ સુધી ટીવી મિડિયાએ બતાવેલા જીવંત પ્રસારણને જોઇને લોકોના મુખમાંથી ઉપરક મુજબના શબ્દો નિકળતા હતા. કોઇએ એવું ના વિચાર્યું કે આ હુમલો માત્ર મુંબઇ ઉપર જ નહીં પરંતુ ભારત ઉપર હુમલો છે અને પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવો જોઇએ…..

14 ફેબ્રુઆરી 2019માં લોકસભાની ચૂંટણીઓ પહેલા કાશ્મિરના પુલવામાં ખાતે કહેવાય છે કે 300 કિલો કરતાં વધારે આરડીએક્સ દારૂગોળો ભરેલી એક કારને બસના કાફલામાં આપણાં જવાને લઇ જવામાં આવી રહ્યાં હતા ત્યારે તેની સાથે ટકરાઇને 40 જવાનો શહીદ થયા બાદ ઘટનાના 12મા દિવસે ભારતે સર્જીકલ સ્ટ્રાઇક કરીને 300 આતંકીઓનો ખાત્મો બોલાવીને બદલો લેવાયો, તો તે પછી બાલાકોટ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવ્યો હતો.

26-11 હુમલા તરીકે ઓળખાતી મુંબઇ પર હુમલાની ઘટનામાં આપણાં માત્ર બે કમાન્ડો જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા હતા. દરિયા માર્ગે આવેલા આતંકીઓએ મુંબઇમાં દરિયા નજીકની તાજ હોટેલ, ઓબેરોય હોટેલ, નરીમાન હાઉસ, રેલવે સ્ટેશન વગેરે. ખાતે હુમલાઓ કરીને નાગરિકોની હત્યાને અંજામ આપ્યો હતો. કસાબ નામનો એક આતંકી જીવતો પકડાયો હતો. તેને ત્યારબાદ કેસ ચલાવીને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો.

26-11ના આ હુમલામાં મુંબઇ પોલીસના એન્ટી- ટેરરીસ્ટ ટીમના પોલીસ અધિકારી હેંમત કરકરે પણ શહિદ થયા હતા. 2019ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપના સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકૂર નામની મહિલા ઉમેદવારે એવો દાવો કરીને ભારે વિવાદ જગાવ્યો હતો કે “હેંમત કરકરેને મેં શ્રાપ આપીને મારી નાંખ્યો હતો, કેમ કે સમઝૌતા એક્સપ્રેસ ટ્રેન બોંબ કેસ, માલેગાંવ બોંબ કેસમાં મારી ધરપકડ બાદ હેંમંતે મારી ઉપર અત્યાચારો ગુજાર્યા હતા…!”

ગુજરાત સરકારે તે વખતે કરકરેના પરિવારને એક કરોડની સહાય આપવાની જાહેરાત કરીને સહાય મોકલવામાં આવી હતી પરંતુ કરકરેના પરિવારે એ ગુજરાત સરકારની એ સહાય લેવાનો ઇન્કાર કર્યો હતો.

આ સહિતની અન્ય ઘટનાઓની યાદ એટલા માટે છે કે 26-11 ના હુમલાને 12 વર્ષ થયાં. તે વખતની લોકોની માનસિક્તા અને પુલવામા પછી પણ લોકોની માનસિક્તામાં કોઇ ફેરફારો થયા નથી. પાકિસ્તાન, અને હવે તો તેની સાથે ચીન પણ જોડાયું, ભારત પર હુમલાઓ કર્યે જાય છે અને આપણે સરકાર કરશે….એમ કહીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરીએ છીએ. ખરેખર તો સરકારની સાથે લોકોની –નાગરિકોની પણ એવી માનસિક્તા બનવી જોઇએ કે પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે તેની સાથે કોઇ વેપાર-ધંધો નહીં કરીએ, ચીન પણ હવે ભારતનો દુશ્મન દેશ છે અને આપણે ચાઇનીઝ બનાવટની તમામ ચીજવસ્તુઓનો બહિશ્કાર કરીએ. માત્ર ડીજીટલ સ્ટ્રાઇકથી ચીનને અસર નહીં થાય. પણ આપણી માનસિક્તા તો જુઓ….

ગ્લાન્ડ ફાર્માનો આઇપીઓ ભારતના શેરબજારમાં છાતી કાઢીને આવ્યો એ જાણવા છતાં કે તેને પ્રમોટ કરનારી કંપની ચીનના શાંઘાઇ ની છે. છતાં આ આઇપીઓનો કોઇ બહિષ્કાર ના થયો. ઉલટાનું તે અઢી ગણુ છલકાઇ ગયું….!! કોઇ રાજકિય પક્ષે, કોઇ જાગરણ મંચે કે ટીવી ડિબેટમાં ચીનની સામે ગાજી ગાજીને બોલનારા ટીવીબંકાઓમાંથી કોઇએ આ આઇપીઓની સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. કદાજ સુચના નહીં મળી હોય….!! આપણી આવી માનસિક્તા હોય પછી 26-11 પણ થાય અને પુલવામા પણ થાય…

26-11ના મુંબઇ હુમલામાં અંદાજે 166 નિર્દોષ લોકો માર્યા ગયા હતા, જેમાં 6 નાગરિકો અમેરિકન હતા. મોટા ભાગના લોકો તાજ હોટેલમાં માર્યા ગયા હતા. ઓબેરોયમાં 32 પ્રવાસીઓ માર્યા ગયા હતા. કુલ 300 લોકો ઘાયલ થયા હતા. એક આતંકી કસાબને બાદ કરતાં બાકીના તમામ આતંકીઓ તાજમાં અને નરિમાન હાઉસમાં ભારતના કમાન્ડોના હાથે માર્યા ગયા હતા. કમાન્ડોને હેલિકોપ્ટરો દ્વારા તાજ, નરિમાન હાઉસ વગેરે. સ્થળોએ ઉતારવામાં આવ્યાં હતા અને એ તમામ જવાબી કાર્યવાહીનું ટીવી મિડિયા દ્વારા જીવંત પ્રસારણ 4 દિવસ સુધી કરવામાં આવ્યું હતું. નાગરિકોની સાથે 15 જેટલા પોલીસ કર્મી અને અધિકારીઓ તથા બે એનએસજી કમાન્ડો પણ શહિદ થયા હતા.નરિમાન હાઉસમાં રહેતી ઇઝરાયલી દંપતિ પર પાકિસ્તાનના આતંકીઓએ કેમ છેક ભારતમાં આવીને તેમને મારી નાંખ્યા તે હજુ એક રહસ્ય છે….

12 વર્ષમાં દિલ્હીમાં સરકારો બદલાઇ ગઇ પણ પાકિસ્તાન બદલાયું નથી અને હવે તો ચીન પણ ભારતની સામે પડ્યું છે, પાકિસ્તાનના કરાચીના નામથી એક હોટેલ મુંબઇમાં છે. તેનુ નામ બદલવા માટે તેના પર દબાણ લાવવામાં આવ્યું….!! બસ, અહીં સુધી જ દોડ છે…? કરાચીમાં તિરંગો ફરકાવવાનું કામ થવુ જોઇએ.

ભારતમાંથી ભાગીને પાકિસ્તાનમાં રહેનાર દાઉદને ભારત આજદિન સુધી હણી શક્યું નથી. અમેરિકાએ 10 વર્ષ પછી અલ-કાયદાના ઓસામાને પાકિસ્તાનમાં તેના ઘરમાં ઘૂસીને હણી નાંખ્યો. દાઉદ જીવતો છે. દાઉદના નામે કેટલાય ગુનાઓ ભારતમાં નોંધાયેલા છે, તેને લાવવાના કોઇ પ્રયસો ભલે ના થાય પણ તેને તેના ઘરમાં જ ઘૂસીને હણી નાંખ્યા બાદ જો ભારત કહે કે હમ ઉનકે ઘર મેં ઘૂસ કર મારતે હૈ….તો તે સાર્થક લાગે.

26-11ના શહિદોને ભારતે ભૂલવુ ના જોઇએ. કેટલીક તારીખો અને કેટલાક પ્રસંગો જે દેશ ભૂલી જાય છે એ દેશ ફરી ફરીને તેનો શિકાર થાય છે. અને થયું પણ એવું જ. 26-11 ને ભારત ભૂલ્યું તો 14-2-2019ની ઘટના બની…ભારતે આ તારીખો યાદ રાખવાની સાથે જેઓ 26-11ના હુમલામાં અને 14-2-2019ના હુમલામાં શહિદ થયા તેમને ભૂલવા ન જોઇએ.

પાકિસ્તાને ગયા વર્ષે સરેરાશ રોજ 10 વખત સીઝફાયરનો ભંગ કરીને ભારતની સામે હુમલાઓ કર્યા. ક્યારેક આપણાં નાગરિકો અને જવાનો ભોગ બન્યા. ભ્ઇ, આપણી પાસે બ્રહ્મોસ સહિતની ઢગલાબંધ મિસાઇલો છે, છોડો એક મિસાઇલ કરાચીમાં….!! .આપણો કોઇ પાયલટ પણ ત્યાં નહીં ફસાય અને મિસાઇલ પોતાનું કામ કરશે. આપણે અંતરિક્ષમાં દુશ્મન દેશના હુમલાને રોકવાની ટેકનોલોજી વિકસાવી હોય તો બે-ચાર મિસાઇલ છોડીને મિસાઇલ સ્ટ્રાઇકનું પેજ પણ ઇતિહાસમાં લખાય તો જ પાકિસ્તાન 26-11 જેવા હુમલાઓ બંધ કરશે. અને હાં, એક મિસાઇલ દાઉદના ઘરે પણ….!! દાઉદે જેટલા નિર્દોષોને માર્યા તે તમામની આત્માને શાંતિ મળશે. 26-11ના અને પુલવામાના શહિદો માટે એટલુ જ કે- તુમ્હે ના ભૂલ પાયેંગે….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here