કાબુલમાં શિયાઓ પર આતંકી હુમલો, વિસ્ફોટમાં 30નાં મોત

0
2

અફઘાનિસ્તાનના પશ્ચિમ કાબુલમાં એક શાળા પાસે થયેલા બોંબ વિસ્ફોટમાં વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૦ લોકોનાં મોત થયા છે તેમ અફઘાન સરકારના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે. તાલિબાને આ હુમલાને વખોડી કાઢીને આ હુમલાની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક એરિયનના જણાવ્યા અનુસાર  સૈયદ અલ  શહદા સ્કૂલ પાસે આ વિસ્ફોટ થયો હતો. આ હુમલોે એવા વિસ્તારમાં કરવામાં આવ્યો છે જેમાં શિયાઓની વસ્તી વધારે છે.

આ વિસ્ફોટને કારણે રોષે ભરાયેલા લોકોએ એમ્બ્યુલન્સ અને હેલ્થ વર્કરો પર પથ્થરમારો કર્યો હતો તેમ અફઘાનિસ્તાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા ગુલાન દસ્તગીર નાઝારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે બચાવ કામગીરીમાં સહકાર આપવાની અપીલ કરી હતી.  નજીકની જ હોસ્પિટલમાં ૨૦ લોકોના મોત મૃતદેહો લાવવામાં આવ્યા હતાં. મુહમ્મદ અલી જિન્નાહ હોસ્પિટલની બહાર લોહી દાનમાં આપવા માટે ંમોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં.  ગૃહ અને આરોગ્ય બંને મંત્રાલયના પ્રવક્તાઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૫૦ લોકો ઘાયલ થયા છે. કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. રોઝાનો સમય પૂર્ણ થવાની તૈયારીમાં હતો ત્યારે જ આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.  આ હુમલા અંગે અત્યાર સુધી કોઇએ પણ જવાબદારી લીધી નથી. આ દરમિયાન તાલિબાનના પ્રવક્તા ઝાબિહુલ્લાહ મુજાહિદે પત્રકારોને જણાવ્યું છે કે આવા ધૃણાસ્પદ અપરાધ ફક્ત ઇસ્લામિક સ્ટેટ ગુ્રપ જ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આઇએસ ગુ્રપે ગયા વર્ષે પણ આ જ વિસ્તારમાં શિયાઓ પર કરેલા હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. ગયા વર્ષે પણ આઇએસએ શૈક્ષણિક સંસ્થાઓ પર બે હુમલા કર્યા હતાં જેમાં ૫૦ લોકોનાં મોત થયા હતાં જેમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here