J&K : સુરક્ષાદળો પર હુમલો : શ્રીનગરમાં પોલીસ-CRPFની ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો, ત્રણ આતંકી ઠાર; એક ASI શહીદ

0
0

જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે આવેલા પંથ ચોકમાં આતંકવાદીઓએ પોલીસ અને CRPFના જવાનો પર હુમલો કરી દીધો હતો. આ હુમલો એ વખતે કરવામાં આવ્યો, જ્યારે જવાન નાકા પરથી પસાર થઈ રહેલી ગાડીઓને ચેક કરી રહ્યા હતા. જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. હુમલામાં જમ્મુ કાશ્મીર પોલીસના ASI બાબૂ રામ શહીદ થયા છે.

આતંકવાદીઓના હુમલાના તરત પછી પોલીસ અને CRPFના જવાનોએ પણ મોરચો સંભાળી લીધો છે. સતત બન્ને બાજુથી ફાયરિંગ થઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે હાલ પણ આતંકી સંતાયા છે. હવે જવાન વિસ્તારને ચારેય બાજુથી ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.

શનિવારે ત્રણ આતંકી ઠાર મરાયા હતા

જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના જદૂરા વિસ્તારમાં સુરક્ષાદળોએ શનિવારે સવારે ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. સેનાનો એક જવાન પણ આ એન્કાઉન્ટરમાં શહીદ થયો છે. આંતકીઓની ઓળખ થઈ શકી નથી. વિસ્તારમાં હાલ એક આતંકીના સંતાયા હોવાની આશંકા છે. એવામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા શુક્રવાર બપોરે સુરક્ષાદળોએ શોપિયાંના કિલૂરા વિસ્તારમાં ચાર આતંકીઓને ઠાર માર્યા હતા, જ્યારે એકની ધરપકડ કરી હતી.

શોપિયાંમાં ધરપકડ કરાયેલા આતંકી પાસેથી ઈનપુટ મળ્યાના સમાચાર

મળતી માહિતી પ્રમાણે, શોપિયામાં ધરપકડ કરાયેલા આંતકી પાસેથી મળેલા ઈનપુટના આધારે જ શુક્રવારે મોડી રાતે જદૂરામાં આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાદળોના પહોંચતાની સાથે જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકી માર્યા ગયા છે.

છેલ્લા 2 સપ્તાહમાં ક્યારે કેટલા આતંકી ઠાર

  • 17 અને 18 ઓગસ્ટે બારામૂલાના કરીરી વિસ્તારમાં એન્કાઉન્ટ થયું હતું. આ દરમિયાન 3 આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા. જેમાં લશ્કરના બે કમાંડર સજ્જાદ ઉર્ફ હૈદર અને ઉસ્માન સામેલ હતા. હૈદર બાંદીપોરા હત્યાઓનો મુખ્ય કાવતરું ઘડનારો હતો.તે યુવાનોને આતંકી સંગઠનમાં દાખલ કરતો હતો. વિદેશી આતંકી ઉસ્માને ભાજપ નેતા વસીમ બારી અને તેના પિતા અને ભાઈની હત્યા કરી હતી.
  • 19 ઓગસ્ટે દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બે એન્કાઉન્ટર થયા હતા. આ દરમિયાન એક આતંકવાદી ઠાર મરાયો હતો. આ દિવસે હંદવાડાના ગનીપોરામાં બે આતંકી ઠાર મરાયા હતા.
  • 28 ઓગસ્ટે શોપિયાંના કિલૂરા વિસ્તારમાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એકની ધરપકડ કરવામાં આવી હતી. આ અલ બદ્ર આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા. સેનાએ જણાવ્યું કે, આતંકીઓ પાસેથી બે AK-47 અને ત્રણ પિસ્તોલ મળી આવી છે. અહીંયા છેલ્લા 2 સપ્તાહમાં અત્યાર સુધી 10 આતંકવાદી માર્યા ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here