કાશ્મીર : આતંકીઓએ હાઇવે પર બસ રોકવાની કોશિશ કરી, સુરક્ષાદળોએ 3 આતંકીને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન ચાલું

0
33

કાશ્મીરમાં રામબનમાં સુરક્ષાદળોએ અથડામણમાં ત્રણ આતંકીઓને મારી નાખ્યા હતા. શનિવારે સવારે અમુક આતંકીઓએ જમ્મૂ-કિશ્તવાડ નેશનલ હાઇવે પાસે એક બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઇવર બસ દોડાવીને સેનાની નજીકની પોસ્ટ પાસે પહોંચી ગયો અને આતંકીઓ વિશે સૂચના આપી. ત્યારબાદ આર્મી અને પોલીસે મળીને રામબન, ડોડા અને ગાંદરબાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આતંકીઓ અને સેના વચ્ચે હજી એન્કાઉન્ટર ચાલુ છે. આતંકીઓ એક ઘરમાં ઘૂસી ગયા હતા જ્યાં બાકીના પરિવારજનો બહાર આવી ગયા અને ઘરના મોભીને તેમણે બંધક બનાવી લીધા હતા. છેલ્લા સમાચાર પ્રમાણે આર્મીએ તેમને છોડાવી લીધા છે અને આતંકીઓનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

ત્રણ આતંકીઓને ઠાર કર્યા બાદ આર્મીના જવાનોએ ઉજવણી કરી હતી

CRPFના ડીઆઇજી પીસી ઝાએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ હાઇવે પાસે સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ દરમિયાન બન્ને તરફથી ગોળીબારી થઇ . ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે આતંકીઓ સિવિલ ડ્રેસમાં હતા, તેમના હાથમાં બંદૂકો હતી. તેઓ ફાયરિંગ કરતા કરતા બટોટે બજાર પાસે એક ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન પરિવારના સભ્યો બહાર આવી ગયા હતા પરંતુ આતંકીઓએ પરિવારના મોભીને કેદ કરી લીધા હતા.

શ્રીનગરમાં તકેદારીના ભાગરૂપે લાલ ચોક સીલ

સુરક્ષાદળોએ શુક્રવારે શ્રીનગરના લાલ ચોકને સીલ કરી દીધુ હતું. અધિકારીઓ પ્રમાણે જુમાની નમાજ માટે મસ્જિદો અને પ્રાર્થનાસ્થળો પર મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ દરમિયાન કાયદો વ્યવસ્થામાં કોઇ પ્રકારની સમસ્યા પેદા ન થાય એઠલા માટે તકેદારીના ભાગ રૂપે આ પગલું ભરવામાં આવ્યું હતુ.

ટોળાએ વાહનમાં આગ લગાવી દીધી
ગુરુવારે સાંજે એક વ્યક્તિની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ બારામૂલા જિલ્લાના પટ્ટનમાં બીએસએફના એક વાહનમાં આગ લગાવી દીધી હતી. સેનાના અધિકારીઓ પ્રમાણે વાહનના ડ્રાઇવરને ભીડના હુમલામાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેને ઇલાજ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

5 ઓગસ્ટના પહેલી વખત કાશ્મીરમાં પ્રતિબંધ લાગ્યા

કાશ્મીરમાં પહેલી વાર પ્રતિબંધ અનુચ્છેદ 370 હટાવ્યા બાદ 5 ઓગસ્ટના લાગ્યા હતા. સ્થિતિમાં સુધાર આવ્યા બાદ ચરણબદ્ધ રીતે કાશ્મીરના અમુક વિસ્તારોમાંથી પ્રતિબંધ હટાવવામાં આવ્યા હતા. અમુક સ્થાનો પર ટેલિકોમ સેવાઓ શરુ કરવામાં આવી છે. શુક્રવારો થનારા આયોજનો પર સરકાર વિશેષ નજર રાખી રહી છે જેથી આતંકીઓ તેનો ખોટો ઉપયોગ ન કરી શકે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here