નંબર વન : ટેસ્લા વિશ્વની સૌથી વેલ્યુએબલ ઓટો કંપની બની.

0
1

કેલિફોર્નિયા. ઈલેક્ટ્રિક કાર બનાવતી અમેરિકાની કંપની ટેસ્લા 209 અબજ ડોલર (લગભગ 15.78 લાખ કરોડ) વેલ્યુએશનની સાથે દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની બની ગઈ છે. ટેસ્લાએ જાપાનની કંપની ટોયોટાને પણ પાછળ છોડી દીધી છે, જેને અત્યાર સુધી સૌથી વેલ્યુએબલ કંપનીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતુ.

કંપની ક્યારે પણ પ્રોફિટમાં નથી રહી તેમ છતાં એવું માનવામાં આવી રહ્યું છે કે અબજોપતિ એલન મસ્કની ઈલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લા કંપની ટૂંક સમયમાં 1 ટ્રિલિયન ડોલર (લગભગ 71. 43 લાખ કરોડ)ની વેલ્યુએશન પ્રાપ્ત કરશે અને તેની પાછળનું કારણ ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ટેસ્લાના શેરમાં 4 ટકાનો વધારો થયો છે

  • બુધવારે ટેસ્લાના શેર 4%થી વધીને 1100 ડોલર (લગભગ 83,067 રૂપિયા પ્રતિ શેર)થી વધારે કિંમત પર પહોંચી ગયા. શેરમાં આવેલી તેજી બાદ ટેસ્લાની વેલ્યુએશન 209 અબજ ડોલર (લગભગ 15.78 લાખ કરોડ) પર પહોંચી ગઈ, જેને 205 અબજ ડોલર (લગભગ 15.48 લાખ કરોડ) વેલ્યુએશનવાળી ટોયોટાને પાછળ છોડી દીધી છે. તેનો અર્થ છે કે ટેસ્લા હવે સ્ટોક માર્કેટમાં ટોયોટાને પાછળ છોડી દીધી છે.

ક્યારે પણ પ્રોફિટમાં નથી રહી કંપની

  • ટેસ્લાનું પ્રદર્શન આશ્ચર્યજનક રહ્યું છે કારણ કે કંપની ક્યારેય પ્રોફિટમાં નથી રહી પરંતુ  વિશ્લેષકોએ બેટરી-પાવર વ્હીકલ ટેક્નોલોજીમાં માર્કેટ લીડર તરીકે કંપનીની સંભાવના તરફ ધ્યાન દોર્યું છે.
  • સ્ટોકબ્રોકર જેફરીઝના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, કોરોનાવાઈરસ મહામારીએ દુનિયાને ક્લીનર ઈંધણ અપનાવવા માટે પ્રેરિત કર્યા છે. તેમણા જણાવ્યા પ્રમાણે, અમે કોવિડ -19 ને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને રિન્યુએબલ્સ માટે એક્સેલેરેટ તરીકે જોઈએ છીએ. જ્યારે ટેસ્લા પ્રોડક્ટ રેન્જ, કેપેસિટી અને ટેક્નોલોજીની બાબતમાં ઘણી આગળ છે.

16 વર્ષ સુધી બેટરી ચાલે તેવી બેટરી કંપની બનાવી રહી છે

  • કંપની 16 વર્ષ સુધી ચાલતી  “મિલિયન મીલ” બેટરીનું નિર્માણ કરી રહી છે, જેના પર ટેસ્લાની ચાઇનીઝ સપ્લાયર કંપની કેટલ કામ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેટરી ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ઘટાડવા માટે બનાવવામાં આવી રહી છે.ટેસ્લાના શેરના ભાવમાં વધારો મસ્ક માટે સારા સમાચાર છે કેમ કે, સૈદ્ધાંતિક રૂપે તેમને 55 અબજ ડોલર (લગભગ 4.15 લાખ કરોડ રૂપિયા)નું બોનસ પ્રદાન કરી શકે છે.

આગામી 10 વર્ષમાં ટેસ્લા 650 અબજ ડોલરની કંપની બનશે

  • કોર્પોરેટ ગવર્નન્સના નિષ્ણાતોએ તેને આશ્ચર્યજનક ગણાવ્યું છે. મસ્કને આગામી 10 વર્ષમાં ટેસ્લાને 650 અબજ ડોલર (લગભગ 49.08 લાખ કરોડ રૂપિયા) ની કંપની બનાવવી પડશે, જેનો અર્થ છે કે કંપનીના શેરની કિંમત બુધવારની કિંમત કરતાં ત્રણ ગણી હશે.

ટેસ્લા જૂનમાં આગળ હતી

  • ટેસ્લાએ જૂનના મધ્યમાં ટ્વિટર પર પોસ્ટના નેસ્ડેક એક્સચેન્જ પર 184 અબજ ડોલર (લગભગ 13.89 લાખ કરોડ)ના સ્ટોક માર્કેટ વેલ્યુએશન સુધી પહોંચવા માટે કંપની પોતાની પ્રશંસા કરી હતી, જે ટોયોટાના 179 અબજ ડોલર (લગભગ 13.5 લાખ કરોડ રૂપિયા)થી આગળ છે.