એક તરફ અમેરિકામાં એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ નજીક આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકો એલન મસ્કનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ આ તરફ ટ્રમ્પને મસ્ક પ્રત્યેનો પ્રેમ દિવસ જાય તેમ વધી જ રહ્યો છે. હાલમાં જ એલન મસ્કે ટેસ્લાની લાલ રંગની કાર ખરીદી અને એલન મસ્કના ભરપેટ વખાણ કર્યા.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કંપનીના સીઈઓ એલોન મસ્ક સાથે મળીને એક ચમકતી લાલ ટેસ્લા કાર ખરીદી. એલોન મસ્કે પોતે રિપબ્લિકન નેતાને વ્હાઇટ હાઉસ ડ્રાઇવ પર કાર પસંદ કરવામાં મદદ કરી હતી. એલોન મસ્ક 5 ટેસ્લા કાર સાથે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. આ કાર મસ્કની ઇલેક્ટ્રિક વાહન કંપનીના સમર્થનમાં ખરીદવામાં આવી હતી. મહત્વનું છે કે ટેસ્લાના સીઈઓ રાષ્ટ્રપતિના રાજકીય એજન્ડાને આગળ ધપાવવા બદલ ટીકાનો સામનો કરી રહ્યા છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે તેઓ એલોન મસ્કના સમર્થનમાં ટેસ્લા ખરીદશે. ત્યારબાદ તેણે મસ્કની સાથે ટેસ્લા વાહનોની લાઇનઅપ સામેથી પોતાની મનપસંદ લાલ મોડેલ X ટેસ્લા પસંદ કર્યું. ટ્રમ્પે કારમાં બેસતા કહ્યું કે સુંદર કાર છે. પાછળથી, મોડેલ તરફ ઈશારો કરીને તેણે કહ્યું કે તે તેની પ્રિય કાર છે. ત્યારબાદ ટ્રમ્પ અને મસ્ક સાયબરટ્રક મોડેલ તરફ ગયા, જ્યાં મસ્કે કહ્યું કે વાહન બુલેટપ્રૂફ છે.
ટ્રમ્પે મસ્કની પ્રશંસા કરતા તેમને “મહાન વ્યક્તિ” અને “દેશભક્ત” ગણાવ્યા. મે જોયુ કે શું થઇ રહ્યું છે. ત્યારે મે કહ્યું કે હું એક ટેસ્લા કાર ખરીદીશ. અમે જ્યારે ત્યાં પહોંચ્યા તો મસ્ક પાસે 4 શાનદાર કાર હતી. મે મીડિયાની સામે જ એક રેડ કાર ખરીદી. આ ઘણું સાર્વજનિક હતું. કાર ઘણી શાનદાર અને સુંદર હતી.
મળતી માહિતી મુજબ આ કારની કિંમત લગભગ $76,880 (લગભગ 67 લાખ રૂપિયા) હોવાનું કહેવાય છે. કારની પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું, “આ સૌથી સુંદર વાહનોમાંની એક છે. હું એલોન અને તેની અદ્ભુત કંપનીને મારો ટેકો દર્શાવવા માટે મારા અંગત પૈસાથી તેને ખરીદી રહ્યો છું. ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ કાર વ્હાઇટ હાઉસના સ્ટાફના ઉપયોગ માટે રાખવામાં આવશે. આ પ્રસંગે, એલોન મસ્કે મજાકમાં કહ્યું, “રાષ્ટ્રપતિનો ક્રેડિટ સ્કોર સારો છે, મને ખાતરી છે કે તેમનો ચેક ચોક્કસપણે ક્લિયર થશે