Monday, October 25, 2021
Homeઓટો : ટેસ્લા કાર હવે વધારે સ્માર્ટ થઈ ગઈ, ટ્રાફિક લાઈટ અને...
Array

ઓટો : ટેસ્લા કાર હવે વધારે સ્માર્ટ થઈ ગઈ, ટ્રાફિક લાઈટ અને સ્ટોપ સાઈન જોઈને આપમેળે સ્પીડ ઓછી કરીને ઉભી રહેશે

  • અપડેટ માત્ર તે ટેસ્લા કારમાં કામ કરશે, જે હાર્ડવેર 3 ચિપસેટથી સજ્જ છે
  • તેમ છતાં કંપનીએ ડ્રાઈવરને હંમેશાં સાવચેત રહેવાની સૂચના આપી છે
  • આ ફીચર નવા 2020.12.4 સોફ્ટવેર અપડેટ દ્વારા યુઝર્સને મળશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી પર આધારિત ટેસ્લા કાર હવે વધારે સ્માર્ટ થઈ ગઈ છે. તાજેતરમાં કંપનીએ તેમાં સોફ્ટવેર અપડેટ કર્યું છે, જેનાથી હવે ટેસ્લા કાર ટ્રાફિક લાઈટ અને સ્ટોપ સાઈન જોઈને જાતે જ સ્પીડ સ્લો કરીને ઉભી રહેશે. આ અપડેટ ખાસ કરીને તે ટેસ્લા કારમાં મળશે તે ઓટોપાયલટ પાવર્ડ થર્ડ વર્ઝન ચિપસેટથી સજ્જ છે, જેને કંપની હાર્ડવેર 3 નામ પણ આપ્યું છે. કંપનીના સીઈઓ એલન મસ્કે ગત વર્ષે આ ફીચરની જાહેરાત કરી હતી, જેને હવે કંપની ધીમે ધીમે રોલઆઉટ કરી રહી છે.

કેવી રીતે કામ કરશે ફીચર

  • ટ્રાફિક લાઈટ અને સ્ટોપ સાઈન કંટ્રોલ ફીચર એક્વિવેટ કરવા પર ટ્રાફિક લાઈટ અને સ્ટોપ સાઈન દેખાશે ત્યારે કારની સ્પીડ આપમેળે ઓછી થઈ જશે. આગળ વધવા માટે ડ્રાઈવરે કારનું એક્સિલરેટર મેન્યુઅલ પ્રેસ કરવાનું રહેશે. આવું કરવા પર કાર ફરીથી સ્પીડ પકડી લેશે. આ ફીચર નવા 2020.12.6 સોફ્ટવેર અપડેટ દ્વારા ટેસ્લાના ગ્રાહકોને મળશે. બીટા ટેસ્ટિંગ તરીકે આ ફીચર અત્યારે ફક્ત થોડા યુઝર્સ ઉપયોગ કરી શકશે.
  • ધ વર્ઝના અનુસાર, વરસાદ, સીધો સૂર્યપ્રકાશ અથવા ખરાબ વાતાવરણમાં આ ફીચર ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં ડ્રાઈવરે હંમેશાં સાવધાની રાખવી પડશે અને બ્રેકિંગ સહિત યોગ્ય પગલા લેવા હંમેશાં તત્પર રહેવું પડશે. આ ફીચર કારમાં લગાવવામાં આવેલા કેમેરા અને GPS ડેટાની મદદથી કામ કરશે, જે ટ્રાફિક લાઈટ, સ્ટોપ સાઈન અને રોડ માર્કિંગનો અંદાજ લગાવશે.

રિવર્સ સુમોન ફીચર પણ લોન્ચ કરશે કંપની
ગત સપ્તાહ મસ્કે રિવર્સ સુમોન ફીચર અંગે ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી. આ ફીચર દ્વારા ફ્લોર પર પહોંચતાની સાથે ડ્રાઈવર અને પેસેન્જર કારમાંથી બહાર આવે છે ,ત્યારે કાર આપમેળે પાર્કિંગ શોધીને ઉભી થઈ જશે. તેને આગામી વર્ષ સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments