ન્યૂ લોન્ચ : ટેસ્લાએ ઇલેક્ટ્રિક સિડેન મોડેલ S લોન્ગ રેન્જ પ્લસ લોન્ચ કર્યું, સિંગલ ચાર્જમાં 647 કિમીનું અંતર કાપશે

0
11

દિલ્હી. ટેસ્લાએ મંગળવારે જણાવ્યું કે, ફ્રેગશિપ ઇલેક્ટ્રિક સિડેન મોડેલ S લોન્ગ રેન્જ પ્લસ સિંગલ ચાર્જમાં 402 માઇલ એટલે કે લગભગ 647 કિમીની રેન્જવાળી ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર બની ગઈ છે. આ રેટિંગ એન્વાયર્મેન્ટલ પ્રોટેક્શન એજન્સીએ આપ્યાં છે. કંપનીએ આ વ્હીકલ્સ સહિત અનેક બીજા ફેરફાર કર્યા છે.

ટેસ્લાએ વર્ષની શરૂઆતમાં મોડેલ Sનું નવું લોન્ગ રેન્જ પ્લસ વર્ઝન રજૂ કર્યું હતું. કંપનીએ જણાવ્યું કે, 2019 મોડેલ S 100D કરતાં તેમાં 20% વધારે રેન્જ મળે છે.

મોડેલ Sમાં ફેરફાર કરીને નવું વર્ઝન બનાવ્યું

મોડેલ S લોન્ગ રેન્જ પ્લસ વર્ઝનને ગયા વર્ષે મોડેલ Sમાં નાના ફેરફાર કરીને બનાવવામાં આવ્યું હતું અને ટેસ્લાએ EPAને નવા રેટિં આપવા માટે તેનું નામ બદલીને મોડેલ S લોન્ગ રેન્જ પ્લસ વર્ઝન રાખ્યું હતું. લગભગ એ જ સમયે ટેસ્લાના CEO એલન મસ્કે દાવો કર્યો કે ટેસ્લા 400 માઇલની ઇલેક્ટ્રિક કારની નજીક છે.

પહેલીવાર ટેસ્ટિંગમાં EPAએ ભૂલ કરી હતી – મસ્ક

ટેસ્લાએ Q1 2020ના પરિણામો દરમિયાન મસ્કે દાવો કર્યો હતો કે તેમણે આને પહેલેથી જ મેળવી લીધા છે કારણ કે, નવાં મોડેલ S લોન્ગ રેન્જ પ્લસના ટેસ્ટિંગ કરતી વખતે લોન્ગ રેન્જ પ્લસના ટેસ્ટિંગ વખતે EPAએ એક ભૂલ કરી હતી. CEOએ દાવો કર્યો કે, EPAએ તેના સાઇકલ ટેસ્ટ દરમિયાન વાહનની અંદર ચાવી સાથે એક દરવાજો ખૂલ્લો છોડી દીધો. તેના કારણે ઇલેક્ટ્રિક કાર સ્લીપ મોડમાં ન ગઈ અને તેની ઘણી બેટરી વપરાઈ ગઈ. જો કે, EPA એ આ વાત સ્વીકારવાની ના પાડી દીધી હતી.

ટેસ્લાએ આસુધારાઓનું લિસ્ટિંગ કર્યું

વજનમાં ઘટાડો: વેઇટ એફિશિયન્સી અને પર્ફોર્મન્સ બંનેનો દુશ્મન છે અને દરેક કોમ્પોનન્ટનું વજન ઘટાડવું એ અમારી ડિઝાઇન અને એન્જિનિયરિંગની ટીમનું લક્ષ્ય છે. મોડેલ 3 અને મોડેલ Yની એન્જિનિયરિંગ ડિઝાઇન અને ઘણા સુધારાઓને હવે મોડેલ S અને મોડેલ X પર લઈ જવામાં આવ્યા છે. આણે બંને વાહનોના પ્રીમિયમ એક્સપિરિયન્સ અને પર્ફોર્મન્સને જાળવી રાખીને એનર્જી સેવિંગના નવા પરિમાણો ખોલ્યા છે. એક્સ્ટ્રા વેટ દૂર કરવામાં એટલે સફળતા મળી કારણ કે, સીટ, બેટરી પેક અને ડ્રાઇવ યૂનિટ્સના પ્રોડક્શનમાં પણ હળવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો.

નવાં ટેમ્પેસ્ટ અને એરો વ્હીલ્સ એન્ડ ટાયર્સઃ નવાં 8.5 ઇંચ પહોળા એરરો વ્હીલ્સ જૂનાંમોડેલ S લોન્ગ રેન્જ કરતાં એરોડાયનમેકિ ડ્રગ તરીકે કામ કરે છે અને જ્યારે રોલિંગ રેઝિસ્ટન્ટને ઓછું કરવા માટે ખાસ કરીને તૈયીર કરવામાં આવેલા નવા કસ્ટમ ટાયર સાથએ જોડવામાં આવે છે તો ઓવરઓલ રેન્જમાં 2% સુધારો આવે છે.

ડ્રાઇવ યૂનિટ એફિશિયન્સી વધીઃ અમારા રિઅર એસી ઇન્ડક્શન ડ્રાઇવ યૂનિટમાં અમે મિકેનિકલ ઓઇલ પંપને એક ઇલેક્ટ્રિક ઓઇલ પંપ સાથે રિપ્લેસ કર્યું છે, જે ઘર્ષણ ઓછું કરવા વાહનની ગતિથી ઇન્ડિપેન્ડન્ટ લુબ્રિકેશનને ફેવરેબલ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here