Tuesday, September 21, 2021
Homeલગ્ન પહેલાં ટેસ્ટિંગ : ઘણા સેલેબ્સ લગ્ન કરતાં પહેલા લિવ-ઈનની મદદ લઈ...
Array

લગ્ન પહેલાં ટેસ્ટિંગ : ઘણા સેલેબ્સ લગ્ન કરતાં પહેલા લિવ-ઈનની મદદ લઈ ચૂક્યા

બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિસ ટૂંક સમયમાં પોતાના બોયફ્રેન્ડની સાથે લિવ ઈનમાં રહેવાનું શરૂ કરશે. એક્ટ્રેસનું નામ સતત સાઉથના પોપ્યુલર બિઝનેસમેનની સાથે જોડવામાં આવી રહ્યું જેની સાથે રહેવા માટે એક્ટ્રેસ મુંબઈમાં એક ઘરની શોધમાં હતી. એક્ટ્રેસની શોધ હવે પૂરી ગઈ છે અને હવે બંને સાથે શિફ્ટ થવા જઈ રહ્યા છે. જેકલિન ફર્નાન્ડિસ પહેલા પણ ઘણા સેલેબ્સ લગ્ન કરતાં પહેલા લિવ-ઈનની મદદ લઈ ચૂક્યા છે. જાણો તે સેલેબ્સ કયા છે-

અક્ષય કુમાર- ટ્વિંકલ ખન્ના
બોલિવૂડના ખિલાડી કુમાર વર્ષ 2000માં ટ્વિંકલ ખન્નાની સાથે લગ્ન કરતાં પહેલા તેની સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષયે જણાવ્યું કે, તેની સાસુ અને એક્ટ્રેસ ડિમ્પલ કપાડિયાના કહેવા પર તેણે આવું કર્યું હતું. ડિમ્પલે તેને કહ્યું હતું કે, જો એક વર્ષ સાથે રહેવા પર બધું બરાબર ચાલશે તો બંને લગ્ન કરી શકશે. ઉલ્લેખનીય છે કે અક્ષય અને ટ્વિંકલની નિકટતા ફિલ્મફેર મેગેઝિનના એક ફોટોશૂટ દરમિયાન વધી હતી. તે સમયે અક્ષય શિલ્પાની સાથે રિલેશનમાં હતો, જો કે ટ્વિંકલ આવતા જ અક્કીએ શિલ્પાની સાથે અંતર બનાવી દીધું હતું.

સોહા અલી ખાન- કૃણાલ ખેમૂ
બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ લગ્ન પહેલા થોડા મહિનાઓ સુધી લિવ-ઈન રિલેશનમાં રહ્યા છે. એક્ટ્રેસના અનુસાર, લિવ-ઈન રિલેશનમાં પણ લગ્ન જેવા જ કમિટમેન્ટ હતા. જો તમે કોઈના પર વિશ્વાસ કરો છો તો કોઈ પેપરમાં સાઈન કરવાની જરૂર નથી હોતી. તે સિવાય કપલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, અમે લિવ-ઈન રિલેશનને પ્રોત્સાહન આપતા નથી, પરંતુ અમારા માટે તેને સારું કામ કર્યું. કપલે લિવ-ઈનમાં રહ્યા બાદ 2015માં લગ્ન કર્યા હતા, જેનાથી તેમને એક દીકરી ઈનાયા નાયોમી ખેમૂ છે.

સૈફ અલી ખાન- કરિના કપૂર
બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક સૈફ-કરિના વર્ષ 2012માં લગ્ન કરતા પહેલા એક-બીજાની સાથે રહેતા હતા. ટશન ફિલ્મ દરમિયાન બંનેની એકબીજાની નજીક આવ્યા ત્યારબાદ સૈફે સૈફીનાનું ટેટૂ પણ કરાવી લીધું. એક ઈન્ટરવ્યુ દરમિયાન કરિના કપૂરે કહ્યું, મેં લિવ-ઈન રિલેશનનો જાતે પ્રયાસ કર્યો છે, હવે હું પર્સનલી તેને મોડર્ન ઈન્ડિયા માટે પ્રોત્સાહન આપી શકું છું. હું એક મોડર્ન મહિલા છું અને મને ખુશી છે કે જેની ઉપર હું વિશ્વાસ કરું છું તેની સાથે રહીને હું ખુશ છું.

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી
એક્ટ્રેસથી પ્રોડ્યુસર બનેલી અનુષ્કા શર્મા પણ લગ્ન પહેલા લિવ-ઈનની મદદ લઈ ચૂકી છે. એક્ટ્રેસે 11 ડિસેમ્બર 2017માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા, એ પહેલા બંને સાથે રહેતા હતા. લગ્ન પહેલા બંનેનું એક વખત બ્રેકઅપ પણ થઈ ચૂક્યું છે.

આમિર ખાન-કિરણ રાવ
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ કિરણ રાવ સાથે લગ્ન પહેલા તેની સાથે લિવ-ઈન રિલેશનમાં રહી ચૂક્યો છે. કિરણ આમિરની ફિલ્મ લગાનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી જ્યાં બંનેની વચ્ચે નિકટતા વધી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન આમિરે જણાવ્યું, કિરણની મારા પર ઘણી પોઝિટિવ અસર થઈ હતી. મેં તેને મારી સાથે આવીને રહેવાનું કહ્યું હતું, ત્યારબાદ હું તેના માટે ગંભીર બની ગયો. કદાચ આ એક સાથે રહ્યા વગર શક્ય ન થયું હોત. આ કપલ દોઢ વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments