કોરોના દેશમાં : ટેસ્ટિંગ 11 કરોડને પાર, આ વખતે એક કરોડ તપાસ પર સૌથી ઓછા 4.7 લાખ કેસ નોંધાયા

0
11

દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ટેસ્ટિંગનો આંકડો 11 કરોડને પાર થઈ ગયો છે. આ વખતે એક કરોડ ટેસ્ટિંગ પર માત્ર 4.70 લાખ દર્દી નોંધાયા છે, જે સૌથી ઓછા છે. 16 સપ્ટેમબરે ટેસ્ટિંગનો આંકડો 6 કરોડને પાર પહોંચ્યો હતો. પાંચથી 6 કરોડ ટેસ્ટિંગ વચ્ચે 8.39 લાખ દર્દી નોંધાયા હતા, ત્યારપછી તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 82 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધી 82 લાખ 29 હજાર 322 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 75 લાખ 42 હજાર 905 લોકો સાજા થઈ ચુક્યા છે. 1 લાખ 22 હજાર 642 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે 5 લાખ 62 હજાર 329 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કોરોના અપડેટ્સ

  • રાજસ્થાન સરકારે રવિવારે લોકડાઉનની નવી ગાઈડલાઈન જાહેર કરી. જેના પ્રમાણે 30 નવેમ્બર સુધી રાજ્યમાં સ્વીમિંગ પુલ, સિનેમા હોલ, થિયેટર્સ, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેનમેન્ટ પાર્કના ખોલવા પર પ્રતિબંધ યથાવત રહેશે. મોટી સંખ્યામાં લોકોના આવવા પર પણ પ્રતિબંધ રહેશે.
  • રાજસ્થાનની નવી લોકડાઉન ગાઈડલાઈન પ્રમાણે, 16 નવેમ્બર સુધી રાજ્યમાં તમામ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસિસ બંધ રહેશે. આ દરમિયાન ઓનલાઈન ક્લાસ ચાલું રહેશે.
  • શૂટિંગ રેન્જના નેશનલ કેમ્પમાં એક એથલીટ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમામે કેમ્પમાં ઓલમ્પિક કોર ગ્રુપ માટે ટ્રેનિંગ ચાલી રહી હતી.
  • કન્નડ એક્ટર દર્શન વિરુદ્ધ કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા અંગે બેંગલુરુમાં FIR નોંધાઈ છે. આર આર નગર વિધાનસભા વિસ્તારમાં તે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 1 લાખ 72 હજાર 82 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 723 નવા દર્દી નોંધાયા. 1107 લોકો રિકવર થયા અને 7 લોકોના મોત થયા. અત્યારે 8538 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 1 લાખ 60 હજાર 586 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 2958 દર્દીઓના મોત થયા છે.

રાજસ્થાન

24 કલાકમાં 1754 નવા કેસ નોંધાયા. 1591 લોકો રિકવર થયા અને 10 દર્દીઓના મોત થયા. અત્યાર સુધી 1 લાખ 98 હજાર 747 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 15 હજાર 255 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 81 હજાર 575 લોકો સાજા થઈ ચુક્યાં છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 1917 દર્દીઓના મોત થયા છે.

બિહાર

છેલ્લા 24 કલાકમાં બિહારમાં 777 લોકો સંક્રમિત થયા છે. 1195 લોકો રિકવર થયા અને 7 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 2 લાખ 17 હજાર 541 લોકો સંક્રમિત થયા છે. જેમાં 7437 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 9 હજાર 6 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 1097 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં ટેસ્ટિંગનો આંકડો 90.2 લાખ થઈ ગયો છે. જેમાં 16 લાખ 83 હજાર 775 લોકો સંક્રમિત મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર 5369 નવા દર્દી નોંધાયા. અત્યાર સુધી 15 લાખ 14 હજાર 79 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 1 લાખ 25 હજાર 109 દર્દીઓની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી મરનારનો આંકડો રાજ્યમાં 44 હજાર 24 થઈ ગયો છે.

ઉત્તરપ્રદેશ

રવિવારે રાજ્યમાં 1969 નવા કેસ નોંધાયા. 2388 લોકો રિકવર થયા અને 26 સંક્રમિતોના મોત થયા. અત્યાર સુધી 4 લાખ 83 હજાર 832 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. રાહતની વાત એ છે કે આમા 4 લાખ 53 હજાર 458 લોકો પણ સાજા થઈ ચુક્યાં છે. હાલ 23 હજાર 323 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 7 હજાર 51 દર્દીઓના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here