કોરોના વિશે મોદીની જાહેરાત : કહ્યું- ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં, દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

0
4

નવી દિલ્હી. 74મો સ્વતંત્રતા દિવસ કોરોના કાળમાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ વાયરસ રોકવા વિશે પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતમાં કોરોના વેક્સિંગનું ટેસ્ટિંગ અલગ અલગ તબક્કામાં છે. દરેક ભારતીય સુધી તે ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે.

માનવામાં આવતું હતું કે, સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી મોદી વેક્સીન વિશે કોઈ મહત્વની જાહેરાત કરી શકે છે. વડપ્રધાને તે વિશે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

લાલ કિલ્લા પરથી શું કહ્યું મોદીએ?

કોરોના વેક્સીન ક્યારે તૈયાર થશે તે એક મોટો સવાલ છે. આપણાં દેશના વૈજ્ઞાનિકો ઋષિ-મૂનિઓની જેમ આ કામમાં જોડાયેલા છે. તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. ભારતમાં એક-બે નહીં, પરંતુ ત્રણ-ત્રણ વેક્સીન ટેસ્ટિંગ અલગ અલગ તબક્કામાં છે. જ્યારે વૈજ્ઞાનિકો તરફથી ગ્રીન સિગ્નલ મળશે ત્યારે તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે. તેની સંપૂર્ણ તૈયારીઓ છે. દરેક ભારતીય સુધી વેક્સીન ઓછામાં ઓછા સમયમાં પહોંચાડવામાં આવશે, તેનું માળખુ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.

ભારતમાં આ 3 વેક્સીન પર કામ થઈ રહ્યું છે

વેક્સીન કંપની (કોણ મળીને બનાવી રહ્યું છે)
કોવેક્સિન ભારત બાયોટેક અને IMR
ZyCoV-D ઝાયડ્સ કેડિલા
કોવિડશીલ્ડ (AZD 1222) સીરમ ઈનસ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા

 

ત્રણ વેક્સીનની અત્યારે શું સ્થિતિ?
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે ભારત બાયોટેકની વેક્સીન અને ઝાયડસ કેડિલાની ZyCov-Dના પહેલાં તબક્કાનું ટ્રાયલ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ બીજા ફેઝનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

ઓક્સફોર્ડ વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. આ સપ્તાહમાં 17 જગ્યાએ તેનું પરિક્ષણ કરવામાં આવશે.