Wednesday, October 20, 2021
Homeદેશહજી તો 5G સર્વિસનુ ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે અને સરકારે 6G સર્વિસ...

હજી તો 5G સર્વિસનુ ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે અને સરકારે 6G સર્વિસ માટે તૈયારીઓ શરૂ કરી

ભારતમાં હાલમાં ટેલિકોમ કંપનીઓ 5જી સર્વિસની ટ્રાયલ લઈ રહી છે અને આગામી વર્ષથી ભારતમાં 5 જી સર્વિસની શરૂઆત થઈ શકે છે.

જોકે એ પહેલા જ હવે 6જીની તૈયારીઓના અહેવાલ સામે આવી રહ્યા છે. એવુ કહેવાય છે કે, ભારતમાં 6 જી સર્વિસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં 5 જી સર્વિસ કરતા પણ 50 ગણી વધારે ઝડપે ઈન્ટરનેટ ચાલશે.

કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ભારત સરકારે 6 જી સર્વિસ લોન્ચ કરવાની તૈયારીઓની જવાબદારી સરકારી ટેલિકોમ રિસર્ચ કંપની સી ડોટને સોંપી છે. સરકારે સી ડોટને 6 જી નેટવર્ક સાથે જોડાયેલી તમામ ટેકનિકલ શક્યતાઓની ચકાસણી કરવા માટે સૂચના આપી છે.

સરકારનો ઈરાદો દુનિયાના બીજા દેશોમાં 6 જી સર્વિસ લોન્ચ થાય ત્યારે જ ભારતમાં પણ આ સર્વિસ લોન્ચ થાય તેવો છે. હાલમાં ભારતમાં 5 જી ટ્રાયલ ચાલી રહી છે. જ્યારે અમેરિકા, ચીન અને દક્ષિણ કોરિયામાં 5 જી સર્વિસ પહેલા જ લોન્ચ થઈ ચુકી છે.

હાલમાં ઘણી દિગ્ગજ કંપનીઓ 6 જી સર્વિસ પર કામ કરી રહી છે. એક અનુમાન પ્રમાણે દુનિયામાં 2028 થી 2030ની વચ્ચે 6 જી સર્વિસ લોન્ચ થઈ શકે છે. જેના કારણે ભારત સરકારે પણ આ માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે.

5 જી નેટવર્કમાં મહત્તમ 20 જીબી પીએસ સ્પીડ આપી શકાય છે. ભારતમાં 5 જી નેટવર્કના ટેસ્ટિંગ દરમિયાન ડેટા ડાઉનલોડની મહત્તમ સ્પીડ 3.7 જીબીપીએસ સુધી પહોંચી છે. એરટેલ, વીઆઈ અને જીઓ દ્વારા તેની ટ્રાયલ લેવામાં આવી છે.

આશા છે કે, આ સ્પીડ 6 જી નેટવર્કમાં 1000 જીબીપીએસ સુધી પહોંચી શકે છે. એક અહેવાલ પ્રમાણે જર્મનીના બર્લિનમાં 6 જી નેટવર્કની ટ્રાયલ તાજેતરમાં લેવાઈ હતી અને આ ટેસ્ટિંગ સફળ રહ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments