Wednesday, September 22, 2021
Homeયાત્રાળુઓનું ટેસ્ટિંગ : હરિદ્વારથી આવેલા 20 મુસાફરોએ 72 કલાક બાદ પણ RTPCR...
Array

યાત્રાળુઓનું ટેસ્ટિંગ : હરિદ્વારથી આવેલા 20 મુસાફરોએ 72 કલાક બાદ પણ RTPCR ટેસ્ટ રિપોર્ટ ન આપ્યા

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધતા સરકારે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોના છેલ્લા 72 કલાકનો RTPCR ટેસ્ટ કરાવેલો હોવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ ટ્રેનમાં આવતા મુસાફરોએ RTPCR ટેસ્ટ કરાવેલ છે કે કેમ તે અંગે સાબરમતી રેલવે પોલીસે શનિવારે સાંજે હરિદ્વારથી અમદાવાદ આવેલી યોગા એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો પાસે RTPCR ટેસ્ટ અંગે તપાસ કરી હતી.

જાહેરનામા ભંગ બદલ પોલીસે ફરિયાદ નોંધી
હરિદ્વારથી આવેલા મુસાફરોના ફરજિયાત RTPCR ટેસ્ટ કરવા માટે મુખ્યમંત્રીના આદેશને પગલે એકતરફ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. પોલીસે મુસાફરો પાસે છેલ્લા 72 કલાકમાં RTPCR ટેસ્ટ રિપોર્ટ માંગ્યા હતા. જેમાં 20 જેટલા મુસાફરો પાસે RTPCR ટેસ્ટ રિપોર્ટ ન હતા. જેથી આ તમામ મુસાફરો સામે પોલીસે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધી હતી.

કુંભમાં ગયેલા લોકો કોરોના સ્પ્રેડર ન બને એ માટે આપણે અલગ વ્યવસ્થા ઊભી કરી
કુંભમાં ગયેલા લોકો કોરોના સ્પ્રેડર ન બને એ માટે આપણે અલગ વ્યવસ્થા ઊભી કરી

35 મુસાફરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં
સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનના PSI પી.કે. સોદરવાએ જણાવ્યું હતું કે, કાલે આવેલી ટ્રેનમાં તપાસ કરતા 20 લોકો પાસે RTPCR રિપોર્ટ ન હતા. અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું તેમાં 34 જે પોઝિટિવ આવ્યા તેમને હોસ્પિટલમાં ખસેડયા હતા. જેથી તેમની પાસે RTPCR ટેસ્ટ રિપોર્ટ હતા કે નહીં તેની જાણકારી મળી નથી.​​​​​​​

ટ્રેનને ટર્મિનેટ કરી દેવાઈ હતી
હરિદ્વારથી આવેલી ટ્રેન સાંજે સાબરમતી પહોંચી ત્યારે ટ્રેનને પ્લેટફોર્મ નં.4 પર લઈ જઈ તમામ પેસેન્જરોને ત્યાં જ ઉતારી ટ્રેન ટર્મિનેટ કરી દેવાઈ હતી. ત્યારબાદ તમામ પેસેન્જરોને પ્લેટફોર્મ નં.1 પર કોરોનાના રેપિડ ટેસ્ટ માટે મોકલાયા હતા, સાંજના 6 વાગ્યા સુધીમાં 313 પેસેન્જરોના ટેસ્ટ પૂર્ણ કરાયા હતા, જેમાંથી 34 પેસેન્જરો પોઝિટિવ મળી આવ્યા હતા.​​​​​​​

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

મુખ્યમંત્રી રુપાણીએ કુંભના દરેક યાત્રીના ટેસ્ટની ઘોષણા કરી હતી
કોરોનાની સ્થિતિ અને એના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ છે. સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે કુંભમાં ગયેલી એકપણ વ્યક્તિને તેમના ગામમાં સીધો પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે અને તેમને ફરજિયાતપણે આઇસોલેટ થવું પડશે. તેમના માટે ગામમાં નાકાબંધી લગાવવા પ્રાંતમાં કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments