સુરત : આજથી ટેક્સટાઇલ માર્કેટ શરૂ, કોવિડ-19ના નિયમોનું વેપારીઓ કરવું પડશે પાલન

0
0

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીમાં અમદાવાદ બાદ સુરત શહેર કોરોનાની ઝપેટમાં આવી ગયું છે. અને સાથે સાથે સુરતમાં કોરોનાના કેસમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે.સાથે સાથે અનલોક-1માં શરૂ થયેલા ધંધા-રોજગાર બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. સુરત શહેરમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટમાં કોરોનાના સંક્રમણના કારણે નવી ગાઇડલાઇન જાહેર કરાઈ છે. શહેરમાં આજથી ટેક્સટાઇલ માર્કેટ શરૂ કરવામાં આવી રહ્યું છે.

સુરત શહેરમાં વધતા જતાં કોરોના કેર વચ્ચે આજથી ટેક્સટાઇલ માર્કેટ ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. માર્કેટ કોરોનાની નવી ગાઇડ લાઇન અનુસાર ખુલશે અને ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવાની પરવાનગી અપાઇ છે. જો કે હાલ કોરોનાના કારણે ઓછી સંખ્યામાં  કર્મચારી હાજર હોવાથી માર્કેટની 50 ટકા જ દુકાન ખુલે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

સુરત શહેરમાં વધતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇને તંત્ર દ્વારા ટેક્સટાઇલ માર્કેટને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. જેમાં ટેક્સટાઇલ્સ માર્કેટની દુકાનો માટે ઓડ-ઇવન પદ્વતિ અમલમાં મુકવામાં આવી હતી. આ સાથે ટેક્સટાઇલ્સ માર્કેટ  સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલી રાખી શકાશે. તેમજ રવિવારે ટેક્સટાઇલ માર્કેટની તમામ દુકાનો બંધ રહેશે. સુરત શહેરમાં આ નવી ગાઇડલાઇન 13 થી 26 જૂલાઇ સુધી લાગુ રહેશે. આ સાથે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ ચેકિંગનું કડકાઇથી પાલન કરવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here