બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના સમર્થનમાં આવ્યા સુરતના કાપડ વેપારી, ‘મણિકર્ણિકા’ની પ્રિન્ટવાળી સાડી બનાવી

0
0

આજકાલ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. તે મહારાષ્ટ્ર સરકાર સાથે ટકરાઈ છે અને આને કારણે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મુંબઈમાં તેમની સંપત્તિ પર ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જોકે, કોર્ટના આદેશ બાદમાં તેના પર રોક લગાવી દીધી હતી. પરંતુ તે જ સમયે દેશભરના દરેક વર્ગમાંથી તેમના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવ્યો છે. જોકે, આ અભિનેત્રીના સમર્થનમાં સુરતના કાપડ વેપારી આવ્યા છે. વેપારીએ કંગનાના મણિકર્ણિકા ફિલ્મની પ્રિન્ટની સાડી બનાવી છે.

સાડી પર કંગનાની સાથે આઈ સપોર્ટ કંગના રનૌત પણ પ્રિન્ટ કર્યું
(સાડી પર કંગનાની સાથે આઈ સપોર્ટ કંગના રનૌત પણ પ્રિન્ટ કર્યું)

 

સુરતના કાપડ વેપારીએ કંગના રનૌતને અલગ રીતે ટેકો આપ્યો

બોલિવૂડમાં હાલમાં વિવાદોમાં અને મુશ્કેલીમાં મૂકાયેલી અભિનેત્રી કંગના રનૌતની ચર્ચા આખા દેશમાં છે. કારણકે મહારાષ્ટ્ર સરકાર સામે ભીડી જનાર આ અભિનેત્રીના મકાન સાથે ઓફિસ તંત્ર દ્વારા તોડી નાખવામાં આવી છે. જોકે, આ ઘટના બાદ દેશભરમાં લોકો કંગનાના સમર્થનમાં આવ્યા છે. ત્યારે આવી ઘટનામાં સુરત કદી પાછળ રહેતું નથી ત્યારે સુરત આમતો કપડાં નગરી તરીકે ઓળખાય છે ત્યારે સુરતના કાપડ વેપારી કંગના રનૌતને અલગ રીતે ટેકો આપી રહ્યા છે.

સાડી બનાવવાનો કેવી રીતે વિચાર આવ્યો?

આલિયા ફેબ્રિક્સ પ્રીમિયમના છોટુભાઇ અને રજત ડાવરે કહ્યું કે, જે રીતે એક મહિલા સામે મહારાષ્ટ્ર સરકાર લડી રહી છે તે ખોટું છે. તેમની ગેરહાજરીમાં તેમની સંપત્તિમાં તોડફોડ કરવામાં આવી હતી. તેને મુંબઈમાં પગ નહીં મૂકવાની ધમકી આપવામાં આવી હતી. જે એક અન્યાયકારક છે, પરંતુ કંગના જે હિંમતથી પ્રશાસન સામે લડી રહી છે તેનાથી અમને પ્રેરણા મળી છે. જ્યારે અમે વિચાર્યું કે કંગના માટે કેવી રીતે અમારું સમર્થન વ્યક્ત કરવું જોઈએ. અમારી આ લાગણી લોકોને કેવી રીતે પહોંચાડવી, ત્યારે અમને તેની પ્રિન્ટ કરેલી સાડી બનાવવાનો વિચાર આવ્યો અને અમે આ સાડી બનાવી છે.

સોશિયલ મીડિયાથી મળતા ઓર્ડરને જોઈને મહિલા વર્ગમાં કંગના રનૌતનું સમર્થન વધી રહ્યું છે
(સોશિયલ મીડિયાથી મળતા ઓર્ડરને જોઈને મહિલા વર્ગમાં કંગના રનૌતનું સમર્થન વધી રહ્યું છે)

 

સોશિયલ મીડિયા દ્વારા ઓર્ડર મેળવવાનું શરૂ

છોટુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આ સાડીમાં મણિકર્ણિકા ફિલ્મની કંગના રનૌતની પ્રિન્ટવાળી બનાવી છે. અમારા ગ્રાહકો પણ અમારા ઉત્પાદનની પ્રશંસા કરે છે. હવે કોરોના યુગમાં વ્યવસાયનો ટ્રેન્ડ ઓનલાઇન ગયો હોવાથી અમે પણ અમારા ગ્રાહકો પાસેથી સોશિયલ મીડિયા દ્વારા ઓર્ડર મેળવવાનું શરૂ કર્યું છે, જે બતાવે છે કે મહિલા વર્ગમાં કંગના રનૌતનું સમર્થન વધી રહ્યું છે.

અગાઉ પણ નેતા અભિનેતાની સાડી બની ચૂકી છે

સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચર્ચાસ્પદ હોય તેવા નેતા અભિનેતાઓની પ્રિન્ટવાળી સાડી અગાઉ પણ બની હતી. જેમાં 2014ની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી ત્યારબાદ બાહુબલી ફિલ્મની આ સિવાય પણ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની પણ પ્રિન્ટ સાડીમાં બની હતી. ત્યારે હવે કંગના રનૌતની સાડી બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here